Advertisement
Author: નોબત સમાચાર

રૂ।.પ લાખના ચેક પરતના કેસમાં સજા તથા વળતરનો હુકમ અપીલમાં યથાવત્ રાખતી કોર્ટ

જાણીતા સી.એ. સામે કરાઈ હતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: રાજકોટના એક જાણીતા સીએએ પોતાના ભાગીદાર પાસેથી હાથઉછીની લીધેલી રકમ સામે આપેલો ચેક પરત ફર્યાની ફરિયાદમાં અદાલતે એક વર્ષની કેદ અને ચેકની રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યાે હતો. તે હુકમ અપીલમાં પણ યથાવત્ રાખવામાં આવ્યો છે.

રાજકોટના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તુષાર એચ. નકુમે નાણાકીય જરૂરિયાત ઉભી થતાં પોતાના ભાગીદાર ઓનઅલી મહેબુબભાઈ મોદી પાસેથી રૂ।.પ લાખ ઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાં રજૂ કરાતા અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યાે હતો. આ બાબતની નોટીસ અપાયા પછી જામનગરની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી તુષાર નકુમને એક વર્ષની કેદ તથા ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કરાયો હતો. આ હુકમ સામે આરોપી તુષાર નકુમે જિલ્લા અદાલતમાં અપીલ નોંધાવી હતી. ત્યાં મૂળ ફરિયાદીના વકીલ નિતલ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા, પ્રિતેશ ભટ્ટ દ્વારા કરાયેલી દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે નીચેની કોર્ટનો હુકમ યથાવત્ રાખ્યો છે અને આરોપી સામે સજાનું વોરંટ જારી કર્યું છે. તે ઉપરાંત રૂ।.પ હજાર અપીલ ખર્ચ પણ ફરિયાદીને ચૂકવી આપવા આદેશ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh