Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલની શ્રી ઉમિયાજી મહિલા કોલેજમાં 'ગુરૂપૂર્ણિમા ગોષ્ઠી-સંવાદ'નો કાર્યક્રમ

પ્રશ્નોત્તરીમાં જોડાનાર વિદ્યાર્થીઓનું સન્માનઃ

                                                                                                                                                                                                      

ફલ્લા તા. ૧૯: શ્રી ઉમિયાજી મહિલા કોલેજમાં ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરૂજીના શિષ્યો માટેના સમર્પણ અને પ્રદાન અંગે ગોષ્ઠી-સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત પ્રવચન અધ્યાપક શ્યામરાજસિંહ જાડેજા તથા વિદ્યાર્થિનીઓએ ગુરૂપૂર્ણિમા અંગે તેમના મંતવ્યો રજૂ કર્યા હતાં. મુખ્ય વક્તા મોટીવેશનલ સ્પીકર ભગવાનજીભાઈ કાનાણી (પૂર્વ પ્રિન્સિપાલ) એ ગુરૂપૂર્ણિમા - વ્યાસપૂર્ણિમાનું મહત્ત્વ તેમજ પ્રાચીન-મધ્યકાલીન અને અર્વાચીન યુગના મહાન ગુરૂ - શિષ્યોની અદ્ભુત ઐતિહાસિક સિદ્ધિઓ અને યોગદાન અંગે પ્રેરક પ્રવચન તથા ભારતીય સંસ્કૃતિ સાથે ધાર્મિક અને ઐતિહાસિક ઘટનાઓ અંગે પ્રશ્નોત્તરી-સંવાદ કર્યો હતો. ઉમિયાજી મહિલા કોલેજના પ્રિન્સિપાલ જીતેન્દ્રભાઈ બોડાએ પ્રોત્સાહિક પ્રેરક પ્રવચનમાં ગુરૂજનોની નિષ્ઠા અને શિષ્યોની ધ્યેય અને પરિશ્રમના સમન્વયનું મહત્ત્વ સમજાવ્યું હતું. આભાર પ્રવચન બીસીએના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ રાકેશ કાનાણીએ કર્યુ હુતં. ગોષ્ઠી સંવાદ અને પ્રશ્નોત્તરીમાં જોડાનાર વિદ્યાર્થિનીઓનું પુસ્તિકાઓથી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અધ્યાક અનામિકા વ્યાસે કર્યુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh