Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ભાજપ-કોંગ્રેસના પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપીઃ એક કોંગી નેતા આઈસીયુમાં

અમિત શાહ પર આંબેડકર વિરોધી નિવેદનનો વિરોધ જિલ્લા કક્ષાએઃ સામસામે વિરોધ-પ્રદર્શનો

જામનગર તા. ર૧: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહએ ડો. આંબેડકર વિશે કરેલ નિવેદનથી ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષો સામસામે આવી ગયા છે. ઠેર-ઠેર બન્ને પક્ષો દ્વારા નિવેદનો થઈ રહ્યા છે. વિરોધ પ્રદર્શનો અને સામસામા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સંસદમાં પણ હોબાળો થયો હતો અને ધક્કામૂક્કી થઈ હતી જેમાં ભાજપના સાંસદની તબિયતને અસર થઈ હતી. આ મુદ્દો જબરો ચગ્યો છે.

જામનગરમાં ગઈકાલે ભાજપ દ્વારા ટાઉનહોલ નજીક રેલી અને રાહુલ ગાંધીના પૂતળા દહ્નનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના આગેવાન, કાર્યકરોએ કોંગ્રેસ હાય... હાય...

બાબાસાહેબ આંબેકરનું અપમાન નહીં સહી લેવા સૂત્રોચ્ચાર કર્યા હતાં, જ્યારે સામે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પણ ભાજપ હાય હાયના નારા લગાવાયા હતાં અને સામસામે ઝપાઝપી થઈ હતી. જેમાં કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા સહિતના બે આગેવાનોની તબિયત લથડી હતી અને બન્નેને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

મળતી માહિતી મુજબ દિગુભાને છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતા આખી રાત તેમને આઈસીયુ વોર્ડમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતાં.

પ્રદેશ ભાજપના અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, ડો. આંબેડકરના નામે કોંગ્રેસ મગરના આંસુ સારે છે. જે તે સમયે ડો. આંબેંડકરનું અપમાન કોંગ્રેસે કર્યું હતું. આથી કોંગ્રેસે માફી માંગવી જોઈએ.

બીજી તરફ કોંગ્રેસના આગેવાના અને પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમએ કહ્યું હતું કે, ભાજપના રાજમાં ગુંડાગીરી વધી રહી છે. ભાજપ દ્વારા પૂતળા બાળવામાં આવે, પરંતુ પોલીસ કોઈની અટકાયત પણ કરતી નથી.

શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા બેભાન થઈ ગયા હતાં અને તે ઉપરાંત અન્ય એક આગેવાનને ઈજા પહોંચતા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી, જ્યારે કોંગ્રેસ ગુંડાગીરીમાં માનતી નથી. આજની ઘટના અંગે પણ અમો કાનૂની રાહે પગલાં લઈશું. આ કાર્યક્રમમાં પણ ભાજપને ગુંડાગીરીના કારણે ભાજપની રેલીમાં પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા, મેયર વિનોદ ખીમસૂર્યા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા સહિતનાઓ જોડાયા હતાં. તો કોંગ્રેસના વળતા કાર્યક્રમમાં દિગુભા જાડેજા, ધવલ નંદા, તૌસીફ ખાન પઠાણ, મનોજ કથીરિયા સહિતનાઓ જોડાયા હતાં.

ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના પૂતળાના દહનનો પ્રયાસ કર્યો હતો, જો કે પોલીસે તેને નિષ્ફળ બનાવ્યો હતો.

આથી જામનગરમાં ગઈકાલે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી જતા સ્થિતિ બગડી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh