Advertisement
Author: નોબત સમાચાર

ગોલ્ડન સિટી પાસે પોલીસ હેડક્વાર્ટર પાછળ નિર્મિત મેરેજ હોલ રામભરોસે...જવાબદાર કોણ?

લોકસુવિધાના નામે ઊભી કરાયેલી કરોડો રૂપિયાની મિલકતો ધૂળ ખાય છે...

જામનગર તા. ર૧: જામનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સુવિધા શરૂ કરવામં આવે છે, પરંતુ તેનું મેન્ટનન્સ કરવામાં ધ્યાન આપવામાં આવતું નહીં હોવાથી આવી કરોડો રૂપિયાની મિલકતો ધૂળ ખાતી પડી રહે છે અથવા તો નધણિયાત હાલતમાં જોવા મળે છે. આવી જ એક કિંમતી મિલકત આજે બિનવારસુ હાલતમાં હોવાથી પ્રજાના પૈસા વેડફાયા હોય તેમ જણાય છે. ખરેખર મહાનગર પાલિકાના અધિકારીઓએ અને પદાધિકારીઓ અને અહિં ર૪ કલાક માટે સ્ટાફ-સિક્યોરીટીની વ્યવસ્થા કરવી જોઈએ.

જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓને નવા બાંધકામમાં વધુ રસ પડે છે ત્યારપછી એ બાંધકામને ભૂલી જતા હોય છે. લોકોની સુવિધા માટે શહેરના ગોલ્ડન સિટી સામે પોલીસ હેડક્વાટર્સ પાછળના વિસ્તારમાં આવાસ યોજના સાથે એક હોલ બનાવાયો છે જ્યાં ભોજન, લગ્ન સમારોહ સહિતના કાર્યક્રમો યોજાતા રહે છે, પરંતુ અહિં કોઈ જવાબદાર વ્યક્તિની નિમણૂક થઈ નથી, અરે અહિં સિક્યોરીટી ગાર્ડ પણ નથી. આથી કરોડોની મિલકત રામભરોસે ચાલે છે.

આ હોલમાં દરવાજામાં સ્ટોપર, આગળિયા નથી. બારીના કાચ તૂટી ગયા છે. સંડાશ-બાથરૂમમાં કદી સફાઈ થતી જ નથી.

આ હોલ પ્રસંગ માટે ભાડે રાખનારે લાઈટ, સફાઈ, પાણી, વગેરેની વ્યવસ્થા જાતે કરવી પડે છે, કારણ કે મહાનગરના કોઈ કર્મચારીને અહીંની જવાબદારી સોંપાઈ નથી.

મહાનગરપાકિાના હાલના વહીવટી ભવનમાં ખાનગી સિક્યોરીટીના ખડકલા કરી દેવાય છે. ચાર-પાંચ સિક્યોરીટી જવાનો તો ફક્ત મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે, જ્યારે અડધો ડઝનેક જેટલા સિક્યોરીટી જવાનો મહાનુભાવોની સેવામાં વ્યસ્ત છે, પરંતુ આવા હોલ કે કોમ્યુનિટી હોલની સુરક્ષા માટે એક પણ સિક્યોરીટી સ્ટાફ ઉપલબ્ધ નથી. કરોડોની મિલકત બિનવારસ હાલતમાં જોવા મળી રહી છે. અધિકારી અને પદાધિકારી કોઈને મનપાની મિલકતોની જાળવણીમાં રસ નથી. માત્ર નવી બનાવવામાં રસ છે, કારણ કે તે ફાયદાકારક છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh