Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના શ્રી શંકરાચાર્ય ગુરૂકુલમમાં પંચ દિવસીય રાજ્યકક્ષાની ૩૩મી શાસ્સ્ત્રીય સ્પર્ધાનું સમાપન કરાયું

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની વિશેષ ઉપસ્થિતિમાં

દ્વારકા તા. ૨૧: યાત્રાધામ દ્વારકાના શારદામઠ સંચાલિત શ્રી શારદાપીઠ ગુરૂકુલમમાં રાજય સરકારના શિક્ષણ વિભાગ, ગુજરાત સંસ્કૃત પાઠશાળા કર્ણાવતી અને શ્રી શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સંસ્કૃત મહાવિદ્યાલયના સંયુકત ઉપક્રમે ૩૩મી શાસ્ત્રીય સ્પર્ધાનું ધામધૂમપૂર્વક સમાપન થયું હતું.

આ પંચદિવસીય ઈવેન્ટમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. સમાપન સમારોહમાં શારદાપીઠના પ્રતિનિધિ બ્રહ્મચારી નારાયણાનંદજી, અતિથિ વિશેષ પ્રજેશકુમાર રાણા, યતિનભાઈ ચૌધરી વસંતરાય તેરૈયા, એચ.આર. જાડેજા, મધુબેન ભટ્ટ, નરેશકુમાર રાઠોડ, પાઠશાળા મંડળના પ્રમુખ ડો. મનોજગિરીજી, મંડળ હોદ્દારો, પ્રાધાનચાર્ય ડો. કુલદીપભાઈ પુરોહિત તથા રાજયભરની વિવિધ સંસ્કૃત પાઠશાળાઓ, મહાવિદ્યાલયો તથા વિશ્વવિદ્યાલયથી પધારેલા નિર્ણાયકો, માર્ગદર્શકો, પ્રધાનચાર્યો, અધ્યાપકો, સ્પર્ધાર્થીઓ તથા દ્વારકા નગરજનોની ઉપસ્થિતીમાં કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય તથા વૈદિક મંત્રોચ્ચારથી કરાઈ હતી.

બાદમાં વિવિધ ૩૬ સ્પર્ધાઓમાં અધિક અંકો પ્રાપ્ત કરેલ મહાવિદ્યાલયોને પુરસ્કૃત કરાયા હતા. જેમાં પ્રથમ ક્રમે બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય- પોરબંદર, દ્વિતીય ક્રમે બ્રહ્મર્ષી સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદ તેમજ તૃતીય ક્રમે દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય છારોડીને વિજેતા ટ્રોફી સહિતના ઈનામો સાથે પુરસ્કૃત કરાયા હતા. આ ઉપરાંત અલગ-અલગ સ્પર્ધામાં એકથી ત્રણ વિજેતાઓને પુરસ્કાર પદક, પ્રમાણપત્ર તથા ચેક એનાયત કરાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh