Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૧: કલ્યાણપુરના ગાંધવી ગામના એક યુવાનને તેમના પત્નીએ દારૂનો નશો ન કરવા માટે ઠપકો આપતા માઠું લાગી આવવાથી આ યુવાને પોતાના ઘરમાં ગળાફાંંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામમાં રહેતા ભગવાનગર પ્રકાશગર રામદતી (ઉ.વ.૩૬) નામના બાવાજી યુવાને ગઈકાલે સવારે પોતાના ઘરે ઓરડામાં જઈ છતમાં રહેલા પંખામાં દુપટ્ટો બાંધી ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં ઘરમાં હાજર તેમના પત્ની મિતલબેન તથા અન્ય વ્યક્તિઓએ ભગવાનગરને નીચે ઉતારી સારવાર માટે કલ્યાણપુરની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
બનાવથી પોલીસને વાકેફ કરવામાં આવી છે. કલ્યાણપુરના જમાદાર વી.કે. પોસ્તરીયાએ મૃતદેહને પી.એમ માટે ખસેડી પત્ની મિતલબેન રામદતીનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પતિને દારૂનો નશો કરવાની આદત હતી. નશો કર્યા પછી અવારનવાર ઝઘડા કરતા ભગવાનગરને ગઈકાલે સવારે પત્ની મિતલબેને દારૂ ન પીવા બાબતે કહી ઠપકો આપતા માઠું લાગી આવવાથી આ યુવાને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial