Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિન સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ જણાય. નાણાકીય રોકાણ-વ્યાપારના કામમાં ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૧
Taurus (વૃષભ: બ-વ-ઉ)
નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૭
Gemini (મિથુન: ક-છ-ધ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાનના કામમાં સરળતા રહે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૮-૬
Cancer (કર્ક: ડ-હ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ થાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૫
Leo (સિંહ: મ-ટ)
કોર્ટ-કચેરીના કામમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. આવેશ-ઉશ્કેરાહટમાં આવીને કામ કરવું નહીં.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૧-૬
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સરકારી કામ અંગે મુલાકાત થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૪-૯
Libra (તુલા: ર-ત)
કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક-વ્યાવહારિક કામ અંગે વ્યસ્તતા રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૭-૫
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગરી થવાથી આનંદ જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૪-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપને કામમાં પ્રતિકૂળતા રહે. કામમાં ઉતાવળ કરવી નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સાવધાની રાખવી પડે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૭
Capricorn (મકર: ખ-જ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામોને ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. કોર્ટ-કચેરીના કામમાં દોડધામ-શ્રમ જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૯
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા થતી જાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૧