Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષિ માર્ગદર્શન

'ખેત બચાવો અભિયાન' અંતર્ગત આયોજનઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત કૃષિ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કૃષિ યુનિવર્સીટીના અધિકારીશ્રીએ  ખેડૂતોને ખાતરનો પાકમાં જરૂરિયાત પુરતો જ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી ભગીરથ ચૌધરીએ  ખેડૂતોને માર્ગદર્શન આપતા ખેત બચાવો અભિયાન હેતુ જમીનના સ્વાસ્થ્ય સુધારણા(સંતુલિત ખાતર વ્યવસ્થાપન)માટે સઘન જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. ઉપરાંત, જમીનનું સ્વાસ્થ્ય સુધારવું,જમીન ચકાસણી કરાવવી,ખાતરનો વધુ પડતો ઉપયોગ ઘટાડવો,ઉત્પાદન ખર્ચ ઘટાડવો માટે વિજ્ઞાન આધારિત પોષક તત્વો અને ઇનપુટ વ્યવસ્થાપનના વિષય પર ખેડૂતોને જાગૃત થાય તેવા પ્રયત્નો કરવામાં આવે તેમ કહૃાું હતું.

તે ઉપરાંત મંત્રીશ્રીએ ખાસ જણાવ્યું કે, વધુમાં વધુ ખેડૂતો દ્વારા એફપીઓ બનાવવામાં આવે અને દરેક ખેડૂતભોઈઓ એક દેશીગાયનું પાલન/પોષણ કરે અને પ્રાકૃતિક ખેતી તરફ વળે તેનાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને ખેડૂતની આવકમાં વધારો થશે,વધુમાં દરેક ખેડૂત પોતાની(ફાર્મર રજીસ્ટ્રી) કરાવે તેવું ખાસ જણાવ્યું હતું. 

આ કાર્યક્રમમાં કૃષિ, આત્મા સહિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh