Advertisement
Author: નોબત સમાચાર

બંધ મિલકતના અંદાજે આપવામાં આવેલા વીજબીલ અંગેનો કરાયેલો દાવો થયો રદ્દ

વીજ કંપનીને અદાલતની લપડાકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના એક આસામીની બંધ મિલકતનું ૧૩ મહિનાનું મીટર રીડરે બીલ આપ્યું હતું અને તે બીલ વસૂલવા કંપનીએ અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવા અન્વયે મિલકતધારકના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે વીજ કંપનીનો દાવો રદ્દ કર્યાે છે.

જામનગરના પ્રતાપસિંગ લક્ષ્મણસિંગ શેખાવત નામના આસામીના રહેણાંકમાં સમ્ટેમ્બર ૨૦૨૩થી ઓકટોબર ર૦૨૪ સુધીના વીજ વપરાશનું રૂ।.૧૬૧૮૫૨નું વીજબીલ મુકવામાં આવ્યું હતું. આ જગ્યા બંધ હોવાથી મીટર રીડર લોકનું બીલ બનાવી આપી દેતો હતો.

તે દરમિયાન વીજ કંપનીએ ત્યાંનું મીટર બદલાવી આપ્યું હતું. તેના એમઆરઆઈમાં મીટર ફાસ્ટ હોવાનું મીટર રીડરે લખ્યું હતું. તે પછી રોજકામ અંગે તારીખ આપવામાં આવી ન હતી અને પાછળથી વીજ કંપનીએ રોજકામની તારીખ લખી નાખી બીલ અદાલતમાં રજૂ કર્યું હતું અને વીજબીલ વસૂલવા દાવો કર્યાે હતો. તેની સામે ગ્રાહકે મીટર બદલતી વખતે આપવામાં આવેલી કાર્બન કોપી રજૂ કરી હતી જેમાં રોજકામની તારીખ ન હતી. ૬૧૮ વોટનો વપરાશ લખેલો હતો તેથી ૧૩ મહિના સુધી સતત ર૪ કલાક વીજ વપરાશ કરાય તો પણ ૧૧,૫૮૯ યુનિટનો વપરાશ થાય ત્યારે વીજ કંપનીએ ૧૬,૮૩૬નું બીલ આપ્યું હતું.

આ દાવામાં ગ્રાહક તરફથી રોકાયેલા વકીલે રજૂ કરેલી દલીલોથી વીજ કંપની પોતાનો દાવો સાબિત કરી શકી ન હતી અને વાદીનો દાવો રદ્દ કરાયો હતો. પ્રતિવાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh