Advertisement
Author: નોબત સમાચાર

દરેડ જીઆઈડીસીમાં કેબીનમાંથી મળી આવ્યા દારૂના ૨૦ ચપલાઃ એકની અટક

પટેલ કોલોની શેરી નં.૪માંથી સાત બોટલ સાથે એક પકડાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર નજીકના દરેડ જીઆઈડીસીમાં એક કેબીનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂના ર૦ ચપલા કબજે કર્યા છે. કેબીનધારકની ધરપકડ કરાઈ છે. જ્યારે પટેલ કોલોનીની શેરી નં.૪માંથી એક શખ્સ ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે ઝડપાઈ ગયો છે.

જામનગર નજીકના દરેડ જીઆઈડીસીમાં આવેલી એક કેબીનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે સેનોર ચોકડી પાસે નાથાલાલ કાનાભાઈ મારૂ નામના પ્રૌઢની કેબીનમાં દરોડો પાડ્યો હતો. તે કેબીનમાંથી ઈંગ્લીશ દારૂના ૨૦ ચપલા મળી આવ્યા છે. પોલીસે ચપલા કબજે કરી નાથાભાઈની ધરપકડ કરી છે.

જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૪માં વડાપાઉંની એક દુકાન પાસેથી ગઈકાલે સાંજે ટીબી હોસ્પિટલ નજીક પાંચ બંગલા પાસે રાંદલનગર રોડ પર રહેતા રાજુભા પ્રતાપસિંહ પરમાર નામના શખ્સને પોલીસે રોકાવી ચેક કરતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂની સાત બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી રાજુભાની ધરપકડ કરી લીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh