Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ તથા જામસખપુરમાંથી દસ પત્તાપ્રેમી ઝડપાયાઃ
જામનગર તા. ૨:જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી સનસિટી-૧ સોસાયટીમાં ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ મહિલા સહિત સાત વ્યક્તિ ઝડપાઈ ગયા છે. એક શખ્સ નાસી ગયો છે. ધ્રોલના દેડકદળ તથા જામજોધપુરના જામસખપુરમાંથી પાંચ પત્તાપ્રેમી પોલીસની ગિરફતમાં આવ્યા છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા મોરકંડા રોડ પર સનસિટી-૧ સોસાયટીની શેરી નં.પમાં ગઈકાલે સાંજે જાહેરમાં તીનપત્તી રમતા રેશ્માબેન ઝુલ્ફીકાર શેખ, ખમ્માબા પ્રભાતસિંહ જાડેજા, રસીલાબેન હરીશભાઈ સાવલીયા, સલીમ અલીમામદ ઘાણીવાલા, શબ્બીર અહેમદઅલી વાઘેલા, ભાવેશ કેશવજીભાઈ કામદાર, મુસ્તફા મોહસીન સરોદવાલા ઉર્ફે મુફ્દ્દલ વ્હોરા નામના સાત વ્યક્તિ ઝડપાઈ ગયા હતા. ઝુલ્ફીકાર કુતુબઅલી શેખની શોધ હાથ ધરાઈ છે. પટમાંથી રૂ.૬૫૯૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.
ધ્રોલ તાલુકાના દેડકદળ ગામમાં શનિવારે બપોરે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી પોલીસે ઘોડી શેરી નજીક દરોડો પાડ્યો હતો. ત્યાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ઉદુભા ભીખુભા જાડેજા, નાથાભાઈ સવસીભાઈ ઝિંઝુવાડીયા, શૈલેષ બચુભાઈ ઝાંખેલીયા, રવિ કેશુભાઈ ઝિંઝુવાડીયા, રાજેશ ઉર્ફે રાજુ શામજીભાઈ ઝિંઝુવાડીયા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂપિયા ૫,૩૬૦ રોકડા કબજે કરી પાંચેય સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ નોંધ્યો છે.
જામજોધપુર તાલુકાના જામશખપુર ગામમાં શનિવારે બપોરે ગૌશાળા સામે પાદરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા હરસુખભાઈ વાલજીભાઈ લાડાણી, છગનભાઈ લાખાભાઈ ઓડેદરા, મહેન્દ્રભાઈ અમરદાસ હરિયાણી, દિનેશભાઈ કાનાભાઈ રાતડીયા, કિશોરભાઈ ઠાકરશીભાઈ કણસાગરા નામના પાંચ શખ્સને જામજોધપુર પોલીસે દરોડો પાડીને ઝડપી લીધા હતા. પટમાંથી રૂ.૧ર,૭૮૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial