Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓપરેશન શિલ્ડ હેઠળ જાહેર સુરક્ષા તથા જનજાગૃતિ અન્વયે સફળ માર્ગદર્શન
ખંભાળિયા તા. રઃ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ વાડીનારની રેસીડેન્સિયલ કોલોનીમાં હવાઈ હુમલાની જાણકારી મળતા જ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રએ ત્વરિત ધોરણે રાહત બચાવ કામગીરી હાથ ધરી હતી. હવાઈ હુમલામાં અસરગ્રસ્ત સ્થળ પર ઘાયલ થયેલ નાગરિકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતાં. જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ વાડીનારમાં 'ઓપરેશન શિલ્ડ' અન્વયે યોજાયેલ આ મોકડ્રિલ સફળતાપૂર્વક થઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ વાડીનાર રેસીડેન્સિયલ કોલોનીમાં હવાઈ હુમલો થયો હતો. અંદાજિત સાંજે પાંચ કલાકે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન મારફત ઉપરોક્ત સ્થળો પર હવાઈ હુમલો થવાના કારણે તે ક્ષતિગ્રસ્ત થયા અંગેની જાણકારી મળી હતી, જેના પગલે સાયરન વગાડીને હવાઈ હુમલો થવા અંગેની જાહેર જનતાને જાણકારી અપાઈ હતી. સાયરનનો અવાજ સાંભળતાની સાથે જ વાડીનારના નાગરિકોએ ત્વરિત નજીકના સુરક્ષિત સ્થળે આશ્રય મેળવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારમાં હવાઈ હુમલા અંગેની જાણકારી મળતા જ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતર્ક મોડ પર આવ્યું હતું. સી.આઈ.એસ.એફ. કોસ્ટ ગાર્ડ, પ્રાંત અધિકારીશ્રી, નાયર પોલીસ અધિક્ષક, મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતાં.
ઉપરાંત હુમલાના પરિણામે આગ લાગતા ગણતરીના સમયમાં જ ફાયર તથા પોલીસની ટીમો એમ્બ્યુલન્સ સહિતના ઘટના સ્થળે આવી પહોંચી હતી. વિવિધ ટીમોની મદદથી અસરગ્રસ્ત સ્થળે હાજર નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી. આપદાના સમયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાડીનાર પ્રાથમિક શાળામાં હંગામી હોસ્પિટલમાં ઘાયલો તથા રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત ખસેડાયા હતાં. આ ઘટનામાં ૧૬ જેટલા નાગરિકો ઘાયલ થયા હતાં જેને ત્વરિત હોસ્પિટલ પહોંચતા કરવામાં આવ્યા હતાં.
નોંધનિય છે કે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ ડીફેન્સ મોકડ્રિલ આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી, જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત જિલ્લાઓમાં 'ઓપરેશન શિલ્ડ' અન્વયે સફળ મોકડ્રિલ યોજાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial