Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ઝાપટાં: સલાયામાં અંધારપટ

છેલ્લા ર૪ કલાકમાં ત્રણ તાલુકામાં હળવો વરસાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જો કે છેલ્લા ર૪ કલામાં અમુક તાલુકામાં માત્ર હળવા ઝાપટા વરસ્યા હતાં, જ્યારે વાંસાજળિયામાં એક ઈંચ વરસાદ છેલ્લા ર૪ કલાકમાં નોંધાયો છે, જો કે આજે મેઘાવી માહોલ જળવાયો છે, જ્યારે ઓખા-સલાયા બંદરે ૩ નંબરનું સિગ્નલ ચઢાવાયું છે, જ્યારે સલાયામાં હળવા વરસાદથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘાવી માહોલ જળવાયો છે, જો કે ગઈકાલે ખાસ એક પણ તાલુકા મથકે સારો વરસાદ નોંધાયો નથી.

ગઈકાલે દિવસ દરમિયાન જામજોધપુરમાં સાત મી.મી. અને લાલપુરમાં બે મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે આજે સવારે એક માત્ર ધ્રોળ તાલુકામાં સવારે ૮ થી ૧૦ માં ૬ મી.મી. વરસાદ થયો છે.

જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ તો છેલ્લા ર૪ કલાકમાં સમાણામાં ૩૯ મી.મી., શેઠવડાળામાં ૮ મી.મી., જામવાડીમાં ૧૬ મી.મી., વાંસજાળિયામાં ૩પ મી.મી., ધુનડામાં ૮ મી.મી., ધ્રાફામાં ૧પ મી.મી. અને પરડવામાં ૧પ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે સલાયા, ઓખા બંદરે ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.

ખંભાળિયાના સલાયામાં માત્ર હળવા વરસાદથી જ વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો, અને આઠ કલાક બંધ રહેતા નગરજનો પરેશાન થઈ ગયા હતાં.

આજે પણ જામનગરમાં મેઘાવી માહોલ જળવાયો છે, અને વરસાદ થવાની આશા બંધાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે વરસાદી વાતાવરણ જળવાયું છે, જેમાં ગઈકાલે ખંભાળિયામાં અડધો ઈંચ જ્યારે ભાણવડમાં પાંચ મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે દ્વારકા અને કલ્યાણપુર તાલુકા મથકે કોઈ નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. જ્યારે ખીજદડ સહિતના ગામમાં ઝાપટાથી અડધા ઈંચ જેટલો વરસાદ થયો છે, જો કે હજુ ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh