Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગર પાલિકામાં નવા ચાર ફૂડ અધિકારીની નિમણૂક

ફૂડશાખાનો કામગીરીની ગતિ અને સરળતા વધશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર મહાનગરપાલિકામાં ચાર ફૂડ સેફટી ઓફિસરની સીધી ભરતીથી નિમણૂક કરવામાં આવી છે. હવે વર્તમાન અધિકારીના કામનું ભારણ થોડુ હળવુ થશે. તેમ જાણવા મળે છે.  જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી બે-ત્રણ અધિકારી ફરજ બજાવે છે. જે શહેરની વસ્તીની સરખામણીએ અપુરતી સંખ્યા છે. થોડા સમય પહેલા મહાનગરપાલિકા દ્વારા સીધી ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી જેમાંથી ચાર અધિકારીની ફૂડ સેફટી ઓફિસર તરીકે પસંદગી થતા તેમને નિમણૂક આપવામાં આવી છે. જેમાં એચ.ડી. ભાટીયા, સંજય એન. પટેલ, ભકિત આઈ. ગોરસીયા અને બંસી એમ. બારૈયાને હાલમાં હંગામી ધોરણે નિમણૂક આપવામાં આવતા વર્તમાન અધિકારીના કામનું ભારણ હળવું થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh