Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી સોમવારથી પાંચ દિવસીય આયોજનઃ
જામનગર તા. ૪: જામનગર શ્રી નારણ કચરા ગલાણી લેઉવા પટેલ સમાજ, ગોકુલનગરના સહયોગથી નારણ કચરા ગલાણી લેઉવા પટેલ સમાજ, નારણનગર-ર ના છેડે, રડાર રોડ, ગોકુલનગરમાં તા. પ-૭-ર૦ર૬ થી તા. ૯-૭-ર૦ર૬ સુધી સવારે ૯ થી ૧ર સાંજે ૪ થી ૬ સુધી સર્વ રોગ નિદાન કેમ્પમાં એક્યુપ્રેશર સુઝોક તથા મેગ્નેટ પદ્ધતિનો પાંચ દિવસીય ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ચિકનગુનિયા, જુના સાંધાના દુઃખાવા, કમર દર્દી, પેટના રોગો, માઈગ્રેન, પેરેલાઈસ, બીપી, સુગર, જાડાપણું, આંખ, કાન, ગળું અને દરેક બીમારીઓનો નિદાન વગર દવાઓ (હાથ અને પગની નાડીઓ દબાવીને) કરવામાં આવશે. આ કેમ્પના દાતા ચંદુભાઈ મોહનભાઈ સાંગાણી (ધનંજય બાથ ફિટિંગ ઈન્ડિયા) છે. આ કેમ્પમાં ડો. રામમનોહર લોહિયા એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાના નિષ્ણાત ડો. સુમનકુમાર, ડો. વિક્રમસિંહ તથા હેમતકુમાર સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial