Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના હાડાટોડામાં ખેતર સ્થિત મકાનમાંથી મળ્યા દારૂના ૬૮ ચપલા

ખંભાલીડા ગામનો શખ્સ ૩૦ ચપલા સાથે પકડાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: ધ્રોલના હાડાટોડા ગામમાં એક ખેતર સ્થિત ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂના ૬૮ ચપલા સાથે એક શખ્સ પકડાયો છે. ખંભાલીડા ગામના રસ્તા પરથી ૩૦ ચપલા સાથે એકની અટકાયત કરાઈ છે અને ધ્રોલના ડાંગરા ગામમાં એક શખ્સના મકાનમાંથી આઠ ચપલા મળી આવ્યા છે.

ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં વિજયસિંહ ગુણવંતસિંહ જાડેજા ઉર્ફે પિન્ટુભા નામના શખ્સના ખેતરમાં આવેલી ઓરડીમાં ગઈકાલે સાંજે ધ્રોલ પોલીસે દરોડો પાડતા ત્યાંથી ઈંગ્લીશ દારૂના ૬૮ ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૬૮૦૦ના ચપલા કબજે કરી વિજયસિંહની ધરપકડ કરી છે.

ધ્રોલ તાલુકાના ડાંગરા ગામમાં કિરણસિંહ જામભા જાડેજા ઉર્ફે કરણસિંહના મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂના આઠ ચપલા કબજે કર્યા છે.

જામનગર તાલુકાના ખંભાલીડા ગામ તરફ જતા રસ્તા પરથી ગઈકાલે સાંજે ખંભાલીડા ગામનો વિશ્વરાજસિંહ અશોકસિંહ જાડેજા નામનો શખ્સ ઈંગ્લીશ દારૂના ૩૦ ચપલા સાથે ઝડપાઈ ગયો છે. તેણે પોતાના સાગરિતના મોબાઈલ નંબર આપ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh