Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારવાર કારગત નિવડે તે પહેલાં યુવકે દમ તોડ્યોઃ આરોપીઓની શોધખોળઃ
જામનગર તા. ૪: જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર આવેલી ન્યુ ઈન્દિરા કોલોનીમાં ગઈરાત્રે એક યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે. કોઈ બાબતથી બોલાચાલી કરી એક શખ્સ તથા તેના સાગરિતોએ જીવલેણ હુમલો કરી આ યુવાનને મોતને ઘાટ ઉતાર્યાની મૃતકના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર આવેલી નવી ઈન્દિરા કોલોનીના રોહીદાસ ચોકમાં રહેતા જયંતિભાઈ ટપુભાઈ વાઘેલા નામના પ્રૌઢનો વીસ વર્ષનો પુત્ર કરણ ગઈકાલે રાત્રે નવેક વાગ્યે પોતાના ઘર પાસે આવેલી એક દુકાને છાશ લેવા માટે ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે આ યુવાન પર ત્યાં જ રહેતા જીણા સુરેશભાઈ વરણ અને તેની સાથેના બેથી ત્રણ શખ્સે હુમલો કર્યાે હતો.
આ શખ્સોએ કોઈ કારણથી કરણ સાથે બોલાચાલી કર્યા પછી ઉશ્કેરાયેલા જીણાએ પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી તેના આડેધડ ઘા ઝીંકવાનંુ શરૂ કર્યું હતું જેના પગલે કરણ લોહીલુહાણ બની લોહીના ખાબોચીયામાં ઢળી પડ્યો હતો. હુમલો કરી તમામ હુમલાખોરો નાસી છૂટયા હતા.
બનાવ અંગે તે વિસ્તારમાં ટોળા એકઠા થયા પછી કોઈએ કરણના પિતા તથા અન્ય પરિવારજનોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. તેઓએ રિક્ષામાં નાખી આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો. છરીના ઘા વાગવાથી કરણના આંતરડા બહાર આવી ગયા હતા. આ યુવાનને બચાવી લેવા માટે ફરજ પરના તબીબોએ પ્રયાસો શરૂ કર્યા હતા પરંતુ કરણે આખરી શ્વાસ લેતા આ બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો. બનાવની જાણ થતાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા હોસ્પિટલ દોડી આવ્યા હતા. ત્યારપછી મોડીરાત્રે જયંતિભાઈ ટપુભાઈ વાઘેલાએ પોતાના પુત્રને છરીના ઘા ઝીંકી જીણા સુરેશભાઈ વરણ તથા તેની સાથે રહેલા શખ્સોએ હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત બનાવ આ વિસ્તારના કેટલાક સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગયો હતો તેને તપાસી આરોપીઓને દબોચી લેવા ઈન્ચાર્જ પીઆઈ આઈ.એ. ધાસુરા તથા પોલીસ ટીમે પ્રયાસો શરૂ કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial