Advertisement
Author: નોબત સમાચાર

'એક પરિવારની સમજવા જેવી વાત ટૂંકમાં... કહેવાય કે ધરતીનો છેડો ઘર'

                                                                                                                                                                                                      

શિવાંગી એ અચાનક એક સવારે મોહનને કહ્યું કે ચાલો આપણે ઇન્ડિયા જઈએ... તારા મમ્મીને સમજાવી ને પાછા લઇ આવીએ... એ ત્યાં આવડા મોટા ઘરમાં એકલા રહે એના કરતા આપણી સાથે રહે... હવે આપણે એમને મહારાણીની જેમ રાખશું કોઈ કામ નહીં કરાવીએ... આપણે જઈએ એ બગલો વેચી નાખીએ..  મમ્મીને અહીં લઇ આવીએ.. મોહન એકદમ તાડૂક્યો... * એ નહિ થાય.. આમ પણ મારી માં ને તમે બધાએ બહુ હેરાન કરી છે એ અહીં આવી હતી ત્યારે તું તારા માતા,  પિતા તારી બે બહેનો..કોઈએ કોઈ કસર છોડી નથી, .હવે માં ને ત્યાં શાંતિથી જીવવા દે...

* એ સાચું જ કહેતો હતો... આ પહેલા શિવાંગીએ સાસુમા સાથે બહુ લાડ કર્યા  , હું તો તમારી દીકરી સમાન, વગેરે વગેરે કરી એમની જમીન  વેચાવી  મારી.... પૈસા પોતાની પાસે રાખ્યા.. મમ્મી મમ્મી કરી એ રહેતા હતા એ ઘર પણ વેચાવી નાખ્યું...મમ્મીને કહ્યું કે ચાલ હવે અમારી સાથે કેનેડા...અને લઇ ગઈ... કરોડો રૂપિયા લઇ લીધા... કેનેડા જઈ પપ્પાને કહ્યું કે મિશન સકસેસ અમે મમ્મીને લઈને આવી ગયા..એના પપ્પાએ આંખ મિચકારી .  એ સમયે મોહનના મમ્મી બહુ જ રાજી હતા... એમને તો એમ થતું હતું કે હું મારા દીકરાને પરદેશમાં સેટલ થવાના મોહમાં  આ છોકરી સાથે ન પરણવા સમજાવતી હતી પણ એકનો એક દીકરો હતો એટલે દુઃખી ન કરતા પરણવા દીધો... એ શિવાંગીને લઈને આવ્યો અને શિવાંગી એ જે રીતે મમ્મી , માં વગેરે લાડથી બોલી બોલી મહારાણી  માં લલિતાજી નું દિલ જીતી લીધું... એ વખતે માં એ દીકરા મોહનને કહ્યું પણ ખરું કે દીકરા માફ કરજે હો , હું તને ખોટી ના પાડતી હતી... વહુ તો બહુ જ સારી છે....

મોહન ભણવામાં બહુ જ હોંશિયાર હતો,એના પિતા કનુભાઈ  પણ ખૂબ પૈસા વાળા હતા, આમ તો કનુભાઈના  પિતા એટલે કે મોહનના દાદાનો જ વારસો મળેલો, મોહનના પિતા કનુભાઈ   પરિવારનું એક માત્ર સંતાન હતું.. કનુભાઈના  પિતાને બહુ જ મોટી ફેક્ટરી હતી... કોઈ પાર્ટસ બનાવવાની, કનુભાઈ લાડ પ્રેમથી ઉછરેલા એટલે ભણવામાં કોઈ  ભલીવાર વાળ્યો નહિ.. પણ તેઓ એમના પિતાની ગાદીએ બેઠા અને ફેક્ટરી સરસ ચલાવવા માંડયા.. પણ એમનો દીકરો મોહન ભણવામાં  બહુ જ તેજ.. એની માં જેવો... એને ભણવામાં રસ હતો અને ભણ્યા જ કરે.. સમય જતા કનુભાઈના પિતા રહ્યા નહિ.. કનુભાઇએ ચાલુ ધમધમતી ફેક્ટરી વેચી નાખવાનું આયોજન કર્યું.... એમને થયું કે દીકરા મોહનને કોઈ રસ નથી,મોહન ે કહેલું કે મારે અહીં રહેવું જ નથી.. હું પરદેશ ભણવા જઈશ  અને ત્યાં જ  રહીશ.  કનુભાઈના ફેક્ટરી વેચવાના નિર્ણયને ઘણાં ફેક્ટરી માલિકો/વહેપારીઓ એ ખોટો ગણ્યો... એમને સમજાવ્યા કે આ ન કરો... કનુભાઈ કહે કે હું હવે થાક્યો છું... મારો મોહન આ નહિ સંભાળે એટલે પહેલે થી જ બધું આયોજન કરી નાખું... આ  ફેક્ટરી સ્થાનિક કોઈ વ્યક્તિની  તો  ખરીદવાની તાકાત નહોતી... પણ મુંબઈની કોઈ આવા જ પાર્ટસ બનાવતી  કંપનીએ ઊંચા ભાવે  આ ખરીદવાની ઓફર આપી... સોદો થઇ ગયો... કનુભાઈને આટલા બધા પૈસા  આવ્યા તો કરવું શું? એ વિચાર આવ્યો... કોઈ નિષ્ણાતે કહ્યું કે બને તેટલો ઝડપી વહીવટ કરો નહિ તો કેપિટલ ગેઇન વગેરે લાગશે... એમણે મોટી જમીન ખરીદી  અને એ પછી પણ લાખો રૂપિયા રહ્યા એ દીકરાને ભણવા મુક્યા, એક બિલ્ડર મિત્ર ભૂપેન્દ્ર  સાથે મળી એ જમીન પર રહેણાક મકાનોની (ફ્લેટ) મોટી સ્કીમ મૂકી..

દીકરો ભણવા ગયો... ત્યાં બહુ જ ઊંચી ખ્યાતનામ યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું... રહેવા એક મકાન પણ ખરીદી લીધું...  ભણવા લાગ્યો... એ દરમિયાન એક કન્યા શિવાંગી  સાથે મન મળી ગયું... બહુ જ સરસ ભણવાનું ચાલતું હતું... શિવાંગી પણ ભણવામાં હોંશિયાર અને સાથે એના પિતાની જેમ ચાલાક અને મતલબી...મોહન સાથે વાતચીતમાં જાણી લીધું કે મોહનના પિતા પાસે અઢળક સંપત્તિ છે... એ એણે એના પિતાને કહ્યું... એના પિતા એ કહ્યું કે આ છોકરાને પકડી રાખજે...સંબંધ વધારજે..જીવન સાથી બનશે તો  લાઈફ બની જશે...સંબંધો ગાઢ બની ગયા... શિવાંગી તો ત્યાંની જ કાયમી સિટીઝન હતી... એણે દાણા તો નાખી જ જોયા હતા અને કહ્યું હતું મોહનને કે આપણે લગ્ન કરીએ તો તને કાયમી સિટિઝનશીપ આપોઆપ મળી જશે...

આ તરફ કનુભાઈ એ જે ફ્લેટની સ્કીમ મૂકી હતી... એમાં ઘણું કમાયા... એ ભાગીદાર બિલ્ડર ભૂપેન્દ્ર કનુભાઈનો બાળપણનો મિત્ર હતો... બહુ જ પ્રામાણિક... કોઈ દગો કરે એવો નહિ... જે કમાયા એમાંથી બીજી જમીન લઇ બીજી સ્કીમ મૂકી....કામ ચાલુ થયું... બુકીંગ આવવા માંડયા... એ દરમિયાન કનુભાઈનું હૃદયરોગના જીવલેણ હુમલાથી મૃત્યુ થયું... મોહનને ત્યાં ખબર પડી.... એ ભાંગી પડ્યો... શિવાંગીએ ખૂબ ટેકો કર્યો અને પિતાને લઇ  મોહન  સાથે ઇન્ડિયા  આવી.. મોહનના પહોંચ્યા પછી અગ્નિદાહ દેવાયો... અગ્નિદાહ પછી મોહને માં ને શિવાંગી અને એના પિતાનો પરિચય કરાવ્યો...  કનુભાઈના બિલ્ડર મિત્ર ભૂપેન્દ્ર સાથે પણ પરિચય કરાવ્યો... શિવાંગીના  પિતાએ એમની સાથે સરસ પરિચય કેળવી બધું જાણી લીધું અને થયું કે આમની પાસે તો અઢળક મિલકત છે... બધી વિધિ વગેરે પતી  ગયા પછી... નિરાંતે બેઠા હતા ત્યારે મોહને માં ને કહ્યું કે માં મારે આ શિવાંગી સાથે લગ્ન કરવા છે... એને તો કાયમી સિટીઝનશીપ છે જ મને પણ તરત મળી જાય... માં એ કહ્યું કે ના દીકરા એ ઘેલછામાં ઉતાવળ નહિ કરતો... આ વાત મોહને શિવાંગીને કરી.. શિવાંગી હોંશિયાર હતી... એક અઠવાડિયામાં લાડપ્રેમના જબરદસ્ત નાટક કરી મોહનના માતાને પીગળાવી નાખ્યા...એમણે હા પાડી અને એક વર્ષ પછી લગ્ન કરવાનું આયોજન કરી  શિવાની મોહન અને શિવાંગીના પિતા પરત  ગયા ... એક  વર્ષ પછી બધા પાછા આવ્યા... લગ્ન થયા.. અઠવાડિયા પછી શિવાંગીના માતાપિતા  પરત ગયા , શિવાંગી મોહન માં પાસે જ રોકાયા...નાટકબાજ શિવાંગીએ કહ્યું કે માં તમે અમારી સાથે ચાલો... અહીં એકલા શું કરશો? ભગવાને દીકરો આપ્યો છે તો અર્થ શું? હવે તો ભગવાને મારા જેવી દીકરી પણ આપી દીધી... માં, મમ્મી લાડ કરી કરી... ઘરના બધા કામ શિવાંગી કરતી હતી... માં ને એક પણ કામ કરવા ન દે... દાવ તો એટલો ઊંચો માર્યો કે મોહનની માં એ રહેતા હતા એ બંગલો અને બાજુની જમીન  કનુભાઈના જ ભાગીદાર બિલ્ડર ભૂપેન્દ્રને  કરોડોમાં વેચી માર્યો... , એ ત્યાં ફ્લેટની સ્કીમ મુકવાના હતા...

શિવાંગી મોહન માં ને લઇ કેનેડા પાછા  ફર્યા... શિવાંગી ના પિતા ખૂબ ખુશ હતા... એકાદ મહિના પછી મોહનની માંની હાલત મહારાણીમાંથી નોકરાણી જેવી થઇ ગઈ... શિવાંગી અને એના પિતા એ એટલો ઊંચો ખેલ કર્યો કે... મોહનના નામે એકેય પૈસો નહિ... એ કાંઈ બોલી જ ન શકે.. મોહનની માં એ એક  વર્ષ માંડ પૂરું કર્યું અને... મોહને જ એના મિત્રની મદદ લઇ માં ને પાછા ભારત મોકલવાની વ્યવસ્થા કરી... ભારતમાં ઘર તો હતું નહિ જશે ક્યાં? મોહને કહ્યું કે માં મામાને ઘેર  જાજો... એ પહોંચ્યા મામાને ઘેર... કનુભાઈના બિલ્ડર મિત્ર ભુપેન્દ્ર ભાઈ  ને ખબર પડી એટલે એ મળવા આવ્યા.. કહ્યું કે મને તો મોહનના સસરા ને જોઈને જ લાગેલું કે આ માણસ  ચાલાક છે ... બધું હડપ કરવાના પેંતરા  કરશે... પણ તમને ઓલી છોકરીએ ભોળવી નાખ્યા... ભાભી  મેં તમારા માટે એક ફ્લેટ  રાખ્યો છે... તમે ત્યાં રહેજો...મામા કહે ના ભૂપેન્દ્રભાઈએ જરૂર નથી... મારા બનેવી એમનો બંગલો એમની દીકરી ના નામે કરી ગયા છે... એ ખાલી જ છે... હું મેન્ટેઇન કરું છું... ભાણી ત્યાં રહેશે... મોહનના માં પાછા વિશાળ બંગલા માં આવી ગયા... કનુભાઈ નો મિત્ર એમને માસિક ઘણા  પૈસા આપતો હતો... થોડા વખત પછી  મોહનની માં એ મામા ને કહ્યું કે મામા હું આટલા મોટા બંગલામાં એકલી કેમ રાહુ? આમણે જે ફ્લેટ રાખ્યો છે એમાં રહું ... મામા એ હા પાડી પેલા બિલ્ડર મિત્ર ભૂપેન્દ્રભાઈ પણ રાજી થયા... ફ્લેટમાં રહેવા લાગ્યા... એ દર મિયાન મોહનની માં એ કહ્યું કે મામા મારા પિતા વાળા બંગલાની જમીનમાં સ્કીમ મુકાય તો? એમણે ભૂપેન્દ્રને વાત કરી અને એ નક્કી થયું...

આ દરમિયાન ત્યાં શિવાંગીને ખબર પડી કે મમ્મી અહીં થી પરત ગયા એ એમના મામાને ત્યાં નથી રહેતા પણ એમના પિતાજી એટલે કે મોહનના નાનાજી એમનો બંગલો  મમ્મી ના નામે કરીને ગયા છે... મમ્મી એમાં રહે છે... એટલું થયું તોય શિવાંગી અને એના પિતા એ નક્કી કર્યું કે ખેલ પાડો.... ત્યાં જાઓ , એ બંગલો વેચવી મારો અને પૈસા  હડપ કરો... ફરીથી મમ્મી ને ફોસલાવી અહીં લઇ આવો..મોહને ચોખ્ખી ના પાડી અને કહ્યું કે પહેલા તમે લોકો મારી માં ને ખુબ હેરાન કરી ચુક્યા છો...તમારી દાનત એવી જ છે... હું અહીં થાકી ગયો છું.... મારે માં પાસે જવું છે , હું એકલો જઈશ...

એ અહીં આવ્યો અને જોયું તો નાનાજી નો બંગલો તો તૂટી રહ્યો  હતો , એ પછી દાદા  મામાને ઘેર ગયો..એ તો ગુસ્સામાં હતા જ... બોલ્યા કે હવે શું લેવા આવ્યો છે? મોહને રોતરોતા બધી વાત કરી....અને કહ્યું કે માં ની હેરાનગતિ માટે હું જ જવાબદાર છું.. મારે માં ને મળવું છે દાદા મામા કહે કે ભૂપેન્દ્રને ઘેર જા... એ સવારે ઉઠીને ભુપેન્દ્રભાઈ ની પાસે ગયો... એમને તો ખબર પડી જ ગયેલી કે મોહન આવ્યો છે... એણે મોહનની માં ને કહી દીધું હતું કે ભાભી તમારો દીકરો આવ્યો છે   એ સવારે મારે ત્યાં આવશે... તમે અહીં આવતા રહેજો... એ ભૂપેન્દ્રભાઈના ઘરમાં જ હતા પણ મોહન આવ્યો ત્યારે  બહાર ન આવ્યા.., મોહને ભૂપેન્દ્ર કાકાને બધી વાત કરી અન ે કહ્યું કે એ લોકોએ મારું બધું છીનવી લીધું છે... હવે મારે પાછા નથી જવું... ભુપેન્દ્રભાઈ લાગણીશીલ તો હતા જ... એ બાથ હતા અને નાસ્તો આવ્યો... એમાં ગરમ ગરમ  સુખડી હતી... મોહને ખાધી અને રોવા લાગ્યો કે આ તો મારી માં ના હાથની ગરમ  સુખડી છે... માં અહીં છે.... તરત માં બહાર આવ્યા... માં દીકરો ભેટીને ખૂબ રોયા... મોહને કહ્યું કે મારે પાછા નથી જાવું...

ભૂપેન્દ્રભાઈએ બધી વ્યવસ્થા કરી.... એમને બીજી બીક એ હતી કે છૂટાછેડા નું કહીશું તો પૈસા માગશે... કારણ કે એ લોકો લાલચુ છે... પણ એ લોકો કરોડો ભરખીને બેઠા હતા... કંઈ માગ્યું નહિં અને એક જ શરતે છૂટાછેડા આપ્યા કે તારા આપેલા પૈસામાંથી  એકેય પૈસો નહિ મળે..., મોહન કહેતો હતો કે કાંઈ નથી જોતું પણ મને છોડો... અને છુટકારો થયો... એ અહીં માં સાથે રહી ભૂપેન્દ્ર કાકા સાથે ગોઠવાઈ ગયો...

જીવન આવું છે... અનેક ઠોકરે ચડી જાવ  પછી ધરતીનો છેડો ઘર....

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh