Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા
ખંભાળીયા તા. ૧૦ઃ રાજ્ય સરકાર દ્વારા 'માં વાત્સલ્ય' યોજનાના વાર્ષિક રૂા. ૪ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો, વાર્ષિક રૂા. ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સિટીઝનો અને સામાજિક રીતે વંચિત જૂથના આયુષ્માન કાર્ડને આવકના દાખલાની (તા.૩૧-૦૩-૨૫ પહેલાની) સમયમર્યાદા પૂર્ણ થવાપાત્ર કુટુંબોના આયુષ્માન કાર્ડને ઈનએક્ટિવ કરવામાં આવેલ છે.
ઈનએક્ટિવ થયેલા આયુષ્માન કાર્ડને એક્ટિવ કરવા માટે યોજના હેઠળ જોડાયેલા તમામને સરકારી/ખાનગી હોસ્પિટલનો સંપર્ક કરવાનો રહેશે. રિન્યુ કરતા સમયે પી.એમ.જે.વાય. આઈ.ડી. બદલાશે નહીં. દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાભાર્થીઓને સરકારી/ખાનગી એમ્પેનલ હોસ્પિટલમાં જઈને નવા આવકના દાખલાની માહિતી અપલોડ કરાવી આયુષ્માન કાર્ડ વહેલી તકે કરાવી લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.બી. ચોબીસા દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial