Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલાર ટ્રક એસોસિએશન દ્વારા
જામનગર તા. ૧૦ઃ વાહનના ફિટનેશ અને પાસિંગ ફી માં વધારો કરી દેવામાં આવ્યો છે. જેની સામે હાલાર ટ્રક એસોસિએશન-જામનગર દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
હાલાર ટ્રક એસોસિએશન (બેડેશ્વર), જામનગરના પ્રમુખ મહંમદ શરીફે જિલ્લા કલેક્ટર મારફત મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, તાજેતરમાં કેન્દ્ર સરકારે વાહનના ફિટનેશ તથા પાસિંગના દરમાં ધરખમ વધારો કર્યો છે. જુના દર રપ૦૦ હતાં તેનો રપ હજાર, ૧૮૦૦ માંથી ર૦ હજાર અને ૧ર૦૦ માંથી ૧પ૦૦૦ કર્યા છે. જે અસહ્ય છે. તથા ૧પ વર્ષના બદલે ૧૦ વર્ષ કરવામાં આવ્યા છે. તે પણ ગેર વ્યાજબી છે, અને જો તારીખ ચુકી જવાય તો દરરોજ પ૦ રૂપિયાની પેનલ્ટી વસુલવામાં આવે છે. વાહન બહારગામ ગયું હોય, અથવા આર.ટી.ઓ. કચેરીમાં આવી શકે તેમ ન હોય છતાં પણ પેનલ્ટી આપવી પડે છે. આમ ટ્રક ચાલકને પોષાય નહીં તેવો દંડ - પેનલ્ટી ચૂકવવી પડે છે. ટ્રક ચાલકો એટલો તો ધંધો પણ કરતા નથી. આથી સરકારે પોતાનો નિર્ણય ફેરવવાની જરૂર છે ખેડૂતોને સહાય આપવામાં આવે છે તેવા પ્રકારનો નિર્ણય સરકારે કરવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial