Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮: જામનગરમાં ગઈકાલે પણ તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર યથાવત્ રહ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં બે ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે હાલ તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે, જે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પણ યથાવત્ રહ્યો હતો. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તેમાં ઘટાડો થાય છે.
નગરમાં મંગળવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી અને અઢી ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ર૭.પ ડીગ્રી નોંધાયું હતું. મેઘાવી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી.
જામનગરના વાતાવરણ માં ભેજનું પ્રમાણ ચાર ટકા ઘટીને ૭૯ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial