Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પત્ની બીજા સાથે રહેવા ચાલ્યા ગયાની પરિવારજનની કેફિયતઃ
જામનગર તા. ૨૩: જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં વસવાટ કરતા એક ખવાસ યુવાનનો મૃતદેહ આજે સવારે તેમના ઘરમાંથી મળી આવ્યો છે. આ યુવાનની હત્યા કરી નખાયાની તેમના પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે. દોડી આવેલા ડીવાયએસપી સહિતના પોલીસ કાફલાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે. આ યુવાનના પત્ની બીજા સાથે હાલમાં રહેવા ચાલ્યા ગયાનું જાણવા મળી રહ્યું છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી કેશુભાઈની હોટલથી આગળની શેરી નં.૭ના છેવાડે વસવાટ કરતા મિલનભાઈ હેમતભાઈ પરમાર (ઉ.વ.૪ર) નામના યુવાનનો મૃતદેહ આજે સવારે તેમના ઘરમાંથી મળી આવ્યો છે. આ યુવાન આજે સવારે જોવા ન મળતા તેમના ભાઈ, ભત્રીજા સહિતના પરિવારજનો દોડી આવ્યા હતા. તેઓએ તપાસ કરતા એક ઓરડામાંથી મિલનભાઈ પત્તાપાટ પડેલા જોવા મળ્યા હતા.
આ યુવાનના શ્વાસ બંધ હોવાની શંકાથી ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે ચકાસ્યા પછી મિલનભાઈને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા તથા પીએસઆઈ એમ.વી. મોઢવાડીયા સહિતનો પોલીસ કાફલો બનાવના સ્થળે આવી ગયો હતો. પોલીસે આ યુવાનના મૃત્યુનું કારણ જાણવા મૃતદેહને પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. મૃતકનું પેટ ફુલાઈ ગયેલુ જોવા મળ્યંુ છે અને બાજુમાંથી લોહીના ડાઘાવાળુ એક કપડુ પણ જોવા મળ્યું છે.
તે દરમિયાન આ યુવાનના ભાઈ સહિતના પરિવારજનોએ મિલનભાઈની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે. ત્યાં હાજર એક પરિવારજને જણાવ્યા મુજબ મિલનભાઈના પત્ની બીજા સાથે રહેવા ચાલ્યા ગયા છે. તે પછી ગઈરાત્રે કેટલાક વ્યક્તિઓ મિલનભાઈ પાસે આવ્યા પછી આજે સવારે આ યુવાનનો મૃતદેહ મળ્યો હોય હત્યાની આશંકા છે. સ્થળ પર હાજર મૃતક યુવાનના સાળાએ જણાવ્યું છે કે, તેમના બહેન અને મિલનભાઈના પત્નીએ બીજા સાથે લગ્ન કરી લીધા છે અને પુત્રી પણ ચાલી ગઈ છે ત્યારે આ વિસ્તારના કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસવાની પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial