Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લામાં ગઈકાલના વરસાદના કારણે આવ્યા નવા નીર
જામનગર તા. ૨૪: જામનગર જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદને લઈને ૨૫ જળાશયો પૈકી ૨૩ જળાશયોમાં નવા નીર આવ્યા છે. રણજીત સાગર અને વાગડીયા ડેમ ઓવરફલો થયા છે. જયારે રૂપાવટી- ફુલજર-૨, વિજરખી, સપડા અને કોટડા બાવીસી સહિતના ડેમો ૭૦ ટકા ભરાયા છે.
જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ૨૪ કલાકમાં જ ચિત્ર ફેરવી નાખ્યું છે. મોસમના પ્રથમ વરસાદમાં જ ૨૫ માંથી ૨૩ જળાશયોમાં નવા નિરની આવક થઈ છે, અને એક ફૂટ થી ચાર ફૂટ સુધીનું નવું પાણી આવ્યું છે. ખાસ કરીને જામનગર શહેરને પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ ઓવર ફલો થઈ ગયો છે, અને હાલ તેમાં પાણીની આવક ચાલુ હોવાથી ઓવરફ્લો ચાલુ રહૃાો છે. ઉપરાંત વાગડીયા ડેમ પણ ઓવરફલો થયો છે.
અન્ય પાંચ જળાશયો જેમાં સપડા, વિજરખી, ફુલજર -૨, રૂપાવટી, અને કોટડાબાવીસી જે ડેમો ૭૦ થી ૮૦ ટકા ભરાઈ ગયા છે, અને ટૂંક સમયમાં જ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેને લઈને ઇરીગેશન વિભાગ દ્વારા પાંચેય ડેમના નિચાણ વાળા વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.
રણજીત સાગર ડેમ ઓવરફ્લો થઈ ગયો હોવાથી જામનગરની રંગમતી નાગમતી નદી સુધી પાણી આવી પહોંચ્યું હતું , અને ખાલી ખમ રહેલી રંગમતી નદી આજે પાણીથી ભરાઇ છે, અને વ્હોરાના હજીરા પાસેથી પાણીનો પ્રવાહ પસાર થઈ રહૃાો છે. ત્યારે જામનગર શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ ગઈકાલે રાત્રે મહાનગરપાલિકાની ટીમ દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચનાઓ આપવામાં આવી હતી, અને સલામત સ્થળે રહેવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial