Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાફિક વ્યવસ્થાપન, રોડ સેફટી, જમીન માપણી સહિત
ખંભાળીયા તા. ૨૦: ઈન્ચાર્જ જિલ્લા કલેકટર એ.બી. પાંડોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જન પ્રતિનિધિઓના પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ લાવવા ઈન્ચાર્જ કલેકટરે તાકીદ કરી હતી.
ઇન્ચાર્જ જિલ્લા કલેકટર એ.બી.પાંડોરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડમાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી.
સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અધિકારીઓ પાસેથી જવાબો મેળવ્યા હતા. બેઠકમાં સિંચાઇ, પાણી પુરવઠો, વીજ વિભાગ, માર્ગ અને મકાન, આરોગ્ય, રેલવે સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી પડતર પ્રશ્નો તાકીદે પૂર્ણ કરવા તેમજ યોગ્ય પ્રત્યુતર પાઠવવા સૂચના આપી હતી. ઉપરાંત નાગરિકની સમસ્યાઓને અગ્રતા આપી તાકીદે નિરાકરણ લાવવા અધિકારીઓ તથા કર્મચારીઓને સૂચનાઓ આપી હતી. ઉપરાંત જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ સમસ્યા, ટ્રાફિક વ્યવસ્થાપન, રોડ સેફ્ટી, જમીન માપણી જેવા વિવિધ મુદ્દે વિગતવાર સમીક્ષા કરી યોગ્ય કાર્યવાહી કરવા ઇન્ચાર્જ કલેકટરે તાકીદ કરી હતી.
જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં ધારાસભ્ય હેમંત ખવા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.એ.જોશી, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, નાયબ કલેકટર રિદ્ધિ રાજ્યગુરુ, જન પ્રતિનિધિ પી.એસ. જાડેજા સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial