Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ પાસે ઈલેકટ્રીકના સામાનના સ્ટોર રૂમમાંથી પોણા લાખના વાયરની ઉઠાંતરી

અજાણ્યો તસ્કર ૫૦૦ કિલો વાયર લઈ ગયોઃ

જામનગર તા.૨૦ : ધ્રોલ રાજકોટ રોડ પર જામનગરના એક આસામીએ ભાડે રાખેલા સ્ટોરમાંથી એક સપ્તાહ પૂર્વે અજાણ્યો શખ્સ રૂ.પોણા લાખ ની કિંમતના ૫૦૦ કિલો વાયરની ચોરી કરી ગયો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ગોકુલ દર્શન સોસાયટીમાં રહેતા અને ઈલેક્ટ્રીક કામના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા રાજુભાઈ મારખીભાઈ ડાંગર નામના આસામીએ પોતાના કામસર ધ્રોલથી રાજકોટ વચ્ચે આવેલા ધોરીમાર્ગ પર હાલાર હોટલ નજીક સ્ટોર ભાડે રાખ્યો હતો.

તે સ્ટોરમાં ગઈ તા.૧૨ની સવારે ચારેક વાગ્યે ઘૂસી ગયેલા કોઈ શખ્સે અંદરથી અંદાજે ૫૦૦ કિલો વજનનો એલ્યુમિનિયમનો વાયર ચોરી કરી લીધો હતો. જેની જાણ થતાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવતા તા.૧૨ની સવારે ચાર વાગ્યાની આજુબાજુમાં એક શખ્સે સ્ટોરરૂમમાં ઘૂસી ચોરી કર્યાનું જણાઈ આવ્યું છે.

કુલ રૂપિયા ૭૫ હજારની કિંમતના વાયર ચોરી જવા અંગે રાજુભાઈ ડાંગરે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી ગુન્હો નોંધી તપાસ આદરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh