Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યસભાના સાંસદ, કોર્પોરેટરે હાઈકોર્ટમાં કરી હતી અરજીઃ
જામનગર તા.૨૦ : જામનગરમાં ગયા મહિને યોજાયેલા સમૂહશાદીના એક કાર્યક્રમના વાયરલ થયેલા વીડિયોમાં દેશની એકતા જોખમાય અને વૈમનસ્ય પ્રસરે તેવું ગાયન એડ કરવામાં આવ્યું હતું. આ બાબતની ફરિયાદ થતાં પોલીસે ગુન્હો નોંધ્યો હતો તે ફરિયાદ રદ્દ કરાવવા રાજ્ય સભાના કોંગ્રેસના સાંસદ તથા જામનગરના નગરસેવકે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તે અરજી રદ્દ કરવામાં આવી છે.
જામનગરમાં ગયા મહિને સમૂહશાદીનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફી તેમજ મહરાષ્ટ્રના રાજ્ય સભાના સાંસદ ઈમરાન પ્રતાપ ગઢી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે વીડિયોમાં વાંધા જનક અને દેશની એકતા જોખમાય તેવું ગીત એડ કરવામાં આવ્યું હતું. વાયરલ વીડિયો પોલીસ સુધી પહોંચતા એક આગેવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને સમાજની લાગણી દુભાય અને ઉશ્કેરાટ પ્રસરે તેવી ભાષાના પ્રયોગ ઉપરાંત દેશની એકતા જોખમાય તે અંગે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
આ કિસ્સામાં રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપ ગઢી તથા સમુહશાદીમાં ઉપસ્થિત અલ્તાફ ખફીએ ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ્દ કરવા માટે અરજી કરી હતી. તે અરજી અન્વયે બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી હાઈકોર્ટ દ્વારા તે અરજી રદ્દ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial