Advertisement
Author: નોબત સમાચાર

૧.૮ ડીગ્રીના વધારા સાથે જામનગરમાં લઘુતમ ૧૬ ડીગ્રીઃ ઠંડી ઘટી

જામનગર તા. ર૦: જામનગરમાં તાપમાનમાં વધારા-ઘટાડાના દોર વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં ૧.૮ ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ઠંડીમાં પણ ઘટાડો થયો હતો.

જામનગરમાં હાલ તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન ઘટે છે, તો બીજા દિવસે તેમાં વધારો થાય છે. નગરમાં સોમવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાકમાં ૧.૮ ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રી અને મહત્તમ તાપમાન ર૭.૬ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી. તાપમાનમાં થયેલા વધારાઅને પવનની ગતિ ઘટતા ઠંડીમાં પણ ઘટાડો થયો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ છેલ્લા ૪૮ કલાકમાં બાવીસ ટકા વધીને ૮૯ ટકા રહ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh