Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આનંદ અલૌકિક ભક્તોને ૫ાયા, પ્રભુકો જબ છપ્પન ભોગ લગાયા
'છોટીકાશી' જામનગરમાં ખંભાળીયા ગેઇટ નજીક આવેલ તથા શ્રી મોટી હવેલી ટ્રસ્ટ સંચાલિત શ્રી દ્વારકાધીશનાં પ્રાચિન મંદિરમાં પોષ વદ પાંચમને રવિવારે બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મોટી હવેલીના ગાદિપતિ પૂ.પા.ગો. શ્રી ૧૦૮ હરીરાયજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તથા પૂ.પા.ગો.શ્રી ૧૦૮ વલ્લભરાયજી મહોદયનાં માર્ગદર્શન હેઠળ મુખ્યાજી રમેશભાઇ દ્વારા પ્રથમ વખત આયોજીત દ્વારકાપુરી મંદિરમાં બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવમાં પૂ. હરીરાયજી મહારાજ તથા પૂ. વલ્લભરાયજી મહોદય સહપરિવાર પધાર્યા હતા અને તેઓની પાવન નિશ્રામાં મહાઆરતી સાથે મહોત્સવનાં દર્શનનો શુભારંભ થયો હતો. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી,ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા તથા સ્થાનિક કોર્પોરેટરો સહિતનાં સત્તાધીશો, વિશ્વ હિન્દુ પરિષદનાં ભરતભાઇ મોદી, અખિલ ગુજરાત લોહાણા સમાજ પ્રમુખ જીતુભાઇ લાલ, 'નોબત' પરિવારનાં ચેતનભાઇ માધવાણી સહિતનાં અગ્રણીઓ તથા વિવિધ મહાનુભાવોએ છપ્પન ભોગ મહોત્સવના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. મહોત્સવનાં મુખ્ય મનોરથી પૂજારા પરિવાર તથા વિવિધ સહમનોરથીઓ અને આમંત્રિત અતિથિઓ અને મહાનુભાવો ઉપરાંત હજારોની સંખ્યામાં વૈષ્ણવોએ છપ્પન ભોગ મહોત્સવનાં અલૌકિક દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા છપ્પન ભોગ મહોત્સવ સમિતિ દ્વારા શ્રમયજ્ઞ કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial