Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાથે રહેલો શખ્સ નાસી જવામાં સફળઃ
જામનગર તા.૨૦ : દ્વારકા જિલ્લાના મીઠાપુર-રૂપેણબંદર રોડ પરથી ફોરેસ્ટના સ્ટાફે સાત કુંજ પક્ષીના મૃતદેહને કોથળામાં ભરીને જતા શખ્સને પકડી લીધો છે. તેની સાથે રહેલો શખ્સ નાસી ગયો છે. રક્ષિત પક્ષીના શિકાર અંગે ગુન્હો નોંધી આ શખ્સને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકાના મરીન નેશનલ પાર્કના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.પી. બેલા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં મીઠાપુર નજીક રૂપેણ બંદર રોડ પર બે શખ્સ કુંજ પક્ષીના મૃતદેહ સાથે આવી રહ્યા હોવાની બાતમી મળી હતી. તેથી ફોરેસ્ટ સ્ટાફ વોચમાં ગોઠવાયો હતો. તે દરમિયાન બે શખ્સ એક કોથળા સાથે પસાર થતાં તેને રોકવામાં આવ્યા હતા. જેમાંથી એક શખ્સ દોટ મૂકીને નાસી ગયો હતો. જ્યારે રૂપેણ બંદર પર રહેતો નદીમ જીયા રાડીયા નામનો શખ્સ ઝડપાઈ ગયો હતો. ફોરેસ્ટ સ્ટાફે કોથળાની તલાશી લેતા તેમાંથી સાત કુંજ (કરકરા) પક્ષી મૃત હાલતમાં મળી આવ્યા હતા. રક્ષિત પક્ષી તરીકે જાહેર થયેલા કુંજ પક્ષીના શિકાર સામે પ્રતિબંધ હોવા છતાં આ શખ્સે પોતાના સાગરિત સાથે મળી કુંજ પક્ષીનો શિકાર કર્યાે હોવાનું ખૂલ્યું છે. આ શખ્સની ધરપકડ કરી તેને અદાલતમાં રજૂ કરાતા જેલહવાલે કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial