Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના ટીંબડીમાં ખેતર સ્થિત ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂના ચપલા, બીયરના ટીન મળ્યા

રૂ।.૪૨,૩૭૦ના મુદ્દામાલ સાથે એક ઝબ્બે, એકનું નામ ખૂલ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જોડિયા તાલુકાના ટીંબડી ગામની સીમમાં એક ખેતર સ્થિત ઓરડીમાંથી ગઈકાલે એલસીબીએ ઈંગ્લીશ દારૂના ચપલા તથા ટીન મળી ૧૫૪ નંગ કબજે કર્યા છે. રૂ।.૪૨,૩૭૦ના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરાઈ છે. આ શખ્સે કચ્છમાં રહેતા પોતાના સાગરિતનું નામ આપ્યું છે.

જોડિયા તાલુકાના ટીંબડી ગામની સીમમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી એલસીબીના સુમીર શિયાર, અજય વિરડાને મળતા પીઆઈ વી.બી. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા સ્ટાફે ગઈકાલે સાંજે ટીંબડીની સીમમાં અશોકસિંહ હેમુભા જાડેજાના ખેતર સ્થિત ઓરડીમાં દરોડો પાડ્યો હતો.

ત્યાં તલાશી લેવામાં આવતા ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ચપલા તથા ટીન મળી ૧૫૪ નંગ કબજે કરાયા છે. આ જથ્થા સાથે અશોકસિંહ ઉર્ફે અશ્વિનસિંહ જાડેજાની ધરપકડ કરી છે તેણે પોતાના સાગરિત કચ્છના રામદેવસિંહ જાડેજાનું નામ આપ્યું છે.

જામનગરના ધુંવાવ નાકા નજીક ભોઈવાડા પાસેથી ગઈકાલે સાંજે પૃથ્વી જયંતિભાઈ વારા નામના શખ્સને ઈંગ્લીશ દારૂના ચપલા સાથે પકડી લેવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh