Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં જેએમસી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં
જામનગર તા. ૩૦ આવતીકાલથી જેએમસી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં લાલ પરિવારના સહયોગથી શરૂ થઈ રહેલી ૩જી ઓપન ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાતના ૬૦૦થી વધુ ટેબલ ટેનિસ ખેલાડીઓ વચ્ચે રાજ્ય કક્ષાની જંગ ખેલશે તેવો અંદાજ છે.
જામનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ ૩જી ઓપન ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૬નું આયોજન જામનગરના જેએમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન કરવામાં આવ્યું છે.
૧૯૭૦ના દાયકાથી કાર્યરત જામનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન જિલ્લામાં ટેબલ ટેનિસ રમતના વિકાસ, યુવા ખેલાડીઓને પ્રોત્સાહન તથા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવાની દિશામાં સતત કાર્યરત છે.
આ પ્રતિષ્ઠિત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતભરમાંથી ૬૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. સ્પર્ધામાં પ્રાપ્ત થતા જીએસટીટીએ સ્ટેટ રેન્કિંગ પોઈન્ટ્સ ખેલાડીઓની રાષ્ટ્રીય સ્તરની પસંદગી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુજરાતના અગ્રણી ખેલાડીઓ આ સ્પર્ધામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.
જેડીટીટીએ જામનગરના લાલ પરિવાર, ખાસ કરીને હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરિટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જિતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનનો હ્ય્દયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તેમના સહયોગના કારણે આ પ્રતિષ્ઠિત રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટને જામનગરમાં આયોજિત કરવાની તક પ્રાપ્ત થઈ છે.
શ્રીજી શિપિંગ ગ્રુપ દ્વારા દેશના શિપિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર લાલ પરિવાર સામાજિક સેવા, યુવા વિકાસ અને રમત ગમતને પ્રોત્સાહન આપતા વિવિધ પ્રયત્નોમાં પણ સતત સહભાગી રહૃાો છે. જામનગર સાથેનો તેમનો આત્મીય સંબંધ આજે પણ અનેક પ્રેરણાદાયી પહેલોમાં પ્રતિબિંબિત થાય છે.
સંસ્થાએ જામનગરના તમામ રમતપ્રેમીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકોને આ રાજ્ય કક્ષાની સ્પર્ધા નિહાળવા હાર્દિક અનુરોધ કરતા જણાવ્યુ છે કે, ગુજરાતના શ્રેષ્ઠ ટેબલ ટેનિસ ખેલાડીઓ વચ્ચેની રોમાંચક સ્પર્ધા નિહાળવાની આ એક ઉત્તમ તક છે.
સંસ્થાના મીડિયા કન્વીનર ઉદય કટારમલે જણાવ્યુ છે કે ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓએ વહેલી તકે જીએસટીટીએની અધિકૃત વેબસાઈટ પર નોંધણી કરાવવી. નોંધણી ટૂંક સમયમાં બંધ થવાની છે. નોંધણી માટે રંંૅજઃરૂરૂખ્તજંંટ્ઠ.ૈહ પર સત્વરે નોંધણી કરાવી લેવી જરૂરી છે.
જામનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ જેએમ સ્પોર્ટસ કોમ્પ્લેકસ જામનગરમાં આ સ્પર્ધાઃ ૩૧ જુલાઈથી ૨ ઓગષ્ટ ૨૦૨૬ ચાલશે. તેમ ઉદય કટારમલએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial