Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુલાબનગરમાં અગમ્ય કારણથી યુવતીનો ગળાફાંસોઃ
જામનગર તા. ૩૦: કાલાવડના માખાકરોડ ગામમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા પતિ-પત્ની વચ્ચે મજૂરી બાબતે ઉગ્ર વાતચીત થયા પછી પત્નીએ મળેલા ઠપકાથી માઠું લગાડી ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ થયું છે. જ્યારે ગુલાબનગરમાં એક યુવતીએ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ લીધો છે.
કાલાવડ તાલુકાના માખાકરોડ ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા મંગલસિંગ સુભાષભાઈ ઠાકરે નામના શ્રમિકે મજૂરીકામ માટે પોતાના પત્ની સીમાબેન ઉર્ફે મુન્નીબેન (ઉ.વ.૪૦)ને ઠપકો આપતા માઠું લાગી આવતા સીમાબેને મંગળવારે બપોરે દિનેશભાઈ રામજીભાઈ ફળદુના ખેતરમાં કોઈ ઝેરી દવા પી લીધી હતી.
આ મહિલાને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી ગઈકાલે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પતિ મંગલસિંગે પોલીસને જાણ કરી છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી સિન્ડીકેટ સોસાયટી પાછળ પીપરીયા વાડીમાં રહેતા શિલ્પાબેન ધીરૂભાઈ રાઠોડ (ઉ.વ.૨૭) નામના કડિયા યુવતીએ ગઈકાલે બપોરે તાડીયા હનુમાન મંદિર પાછળ આવેલા પોતાના જૂના મકાનની ઓરડીમાં જઈ કોઈ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવતીને નીચે ઉતારી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને ફરજ પરના તબીબે ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પિતા ધીરૂભાઈ લધુભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial