Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદથી ૨૦ કિ.મી. ઉંડાઈએ કેન્દ્રબિંદુ
અમદાવાદ તા. ૩૦: અમદાવાદમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિકટર સ્કેલ પર તેની ૨.૬ની તીવ્રતા નોંધાઈ હતી.
અમદાવાદમાં આજે વહેલી સવારે ૪:૩૯ વાગ્યે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ૨.૬ની તીવ્રતા નોંધાઈ હતી. આઈએસઆર મુજબ, ભૂકંપનું કેન્દ્ર અમદાવાદથી ૨૯ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ દિશામાં ૨૦ કિલોમીટર ઊંડાઈએ હતું. કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં લોકોને ધ્રુજારીનો અનુભવ થયો હતો. પરિસ્થિતિ સામાન્ય છે. ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા પ્રાપ્ત અહેવાલ આ ભૂકંપની તીવ્રતા ખૂબ જ ઓછી હોવાને કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ કે માલસામાનના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જો કે વહેલી સવારે કેટલાક શાંત વિસ્તારોમાં રહીશોને હળવી ધ્રુજારીનો અનુભવ થયો હોવાનું જાણવા મળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial