Advertisement
Author: નોબત સમાચાર

દુધ ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસરઃ કૃષિમંત્રી રાઘવજી પટેલ

લતીપુરમાં પશુપાલન શિબિર અને પ્રદર્શનનો કાર્યક્રમ સંપન્ન

જામનગર તા.૯: ધ્રોલના લતીપુરમાં પશુપાલન શિબિર અને પ્રદર્શન યોજાયા હતા. રાજ્યમાં પશુપાલનનો વ્યાપ વધે તેમજ પશુપાલકો માટે આ ક્ષેત્ર નફાકારક બની રહે તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું.

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ સાંસદ પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્રોલ તાલુકાના લતીપુર ગામે જીવદયા ગૌસેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં સંકલિત જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીના હસ્તે પશુપાલકોને વિવિધ યોજનાકીય લાભો અપાયા હતા તેમજ ગૌશાળા ખાતે રૂ.૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલ કેટલ શેડનું સાંસદ પૂનમબેન માડમના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે સરકારના સકારાત્મક પ્રયાસોને કારણે આજે રાજ્યમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે શ્વેત ક્રાંતિ થઈ છે. દૂધ ઉત્પાદનમાં રાજ્ય સમગ્ર દેશમાં અગ્રેસર બની રહૃાું છે. પશુપાલન ક્ષેત્રે આરોગ્ય વિષયક સંભાળ લેવા સરકાર પશુ આરોગ્ય મેળાઓ યોજી પશુપાલકોને ઘર આંગણે જ વિના મુલ્યે પશુ સારવાર ઉપલબ્ધ કરાવે છે. અને આ માટે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૫૦૦ થી વધુ પશુ દવાખાનાઓ શરૂ કરવામાં આવ્યા છે. અને ચાલુ વર્ષમાં ૨૫૦ જેટલા પશુ દવાખાનાઓ શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. તેમજ ત્રણ કરોડથી વધુ પશુઓને રાજ્યમાં સારવાર મળી છે. વધુમાં ૧૦ ગામ દિઠ એક પશુ વાન અંતર્ગત હાલ રાજ્યમાં ૪૬૫ વાન કાર્યરત છે.તેમજ ૧૫૦ જેટલી નવી પશુ વાન ચાલુ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. તદુપરાંત સેકસ્ડ સિમેન, કૃત્રિમ બિજદાન, પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ, પશુ આહાર સહાય જેવી અનેકવિધ યોજનાઓ થકી રાજ્ય સરકાર પશુપાલનનો વ્યાપ વધે તેમજ પશુપાલકો માટે આ ક્ષેત્ર નફાકારક બને તે દિશામા પ્રયત્નો કરી રહી છે.

રાઘવજીભાઈ પટેલ દ્વારા મંત્રી દ્વારા ગૌપુજન કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયા પછી મહાનુભાવોના વરદ હસ્તે પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓની સંસ્થાઓને રૂ.૧.૯૬ કરોડ અને લાભાર્થીઓને રૂ.૨.૨૯ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત સેકસ્ડ સિમેનથી જન્મેલ વાછરડી તથા પાડી ધરાવતા પશુપાલકોને નવીન ટેકનોલોજી અપનાવવા બદલ પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ સમારોહમાં ગુજરાત વેટેરીનરી કાઉન્સિલના પ્રમુખ ડો. ભગીરથ પટેલ, પશુપાલન શાખાના તજજ્ઞો ડો.અનીલ વિરાણી, ડો.હિતેશ કોરીંગા તથા ડો.કરશનભાઈ ગોરિયા દ્વારા જામનગર જિલ્લાના તમામ તાલુકામાંથી કુલ ૧૬૦૦થી વધુ સંખ્યામાં ઉપસ્થિત રહેલ પશુપાલકો ભાઈઓ-બહેનોને પશુપાલન થકી સમૃદ્ધિ બાબતેની વિવિધ જ્ઞાનવર્ધન માહિતી પ્રદાન કરેલ હતી તેમજ પશુપાલનના મુખ્ય ચાર આધાર સ્તંભો પશુ આરોગ્ય, પશુ સંવર્ધન, પશુ પોષણ તથા પશુ પસંદગી વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતુ. તેમજ પશુપાલન નિયામક ફાલ્ગુનીબેન ઠાકર દ્વારા પશુ સારવાર, પશુ દવાખાના તેમજ પશુપાલનને લગતી વિવિધ યોજનાકીય જાણકારી આપી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન અઘેરા, ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, આગેવાન સર્વ ડો.વીનુભાઈ ભંડેરી, રમેશભાઈ મૂંગરા, રસિકભાઈ ભંડેરી, પશુપાલન વિભાગ રાજકોટના વડા ડો.ભરત ગોહિલ, જામનગર જિલ્લા પશુપાલન અધિકારી ડો.તેજસ શુકલ તથા બહોળી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh