Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય કંપનીઓને પડશે ફટકો
નવી દિલ્હી તા. ૯: ટ્રમ્પ ફાર્મા કંપનીઓ પર પણ ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરશે તેવું નિવેદન કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક આંચકો આપવા જઈ રહ્યા છે. જેથી કેટલીક ભારતીય કંપનીઓને માઠી અસર થશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક આંચકો આપવા જઈ રહૃાા છે. ટ્રમ્પે જાહેરાત કરી કે ટૂંક સમયમાં ફાર્માસ્યુટિકલ્સ પર ભારે ટેરિફ લાદવામાં આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહૃાું કે અમે ફાર્માસ્યુટિકલ્સ પર ટેરિફ લાદવા જઈ રહૃાા છીએ. ખૂબ જ ટૂંક સમયમાં ફાર્મા પર ખૂબ જ ભારે ટેરિફ લાદવામાં આવશે. તેમણે કહૃાું કે મારું કામ અમેરિકન સ્વપ્નનું રક્ષણ કરવાનું છે. મારે અમેરિકન નાગરિકોનું રક્ષણ કરવું પડશે, એ મારું કામ છે.
ભારતની કુલ યુએસ નિકાસમાં ફાર્માનો હિસ્સો ૧૧ ટકા છે અને વાર્ષિક આશરે ૭૬,૦૦૦ કરોડ રૂપિયાના ફાર્મા ઉત્પાદનો અમેરિકામાં નિકાસ થાય છે. ભારતીય ફાર્મા કંપનીઓમાં, ગ્લેન્ડ ફાર્મા તેની કુલ આવકના ૫૦% યુએસમાંથી કમાય છે, અરબિંદો ફાર્મા ૪૮%, ડો. રેડ્ડીઝ લેબ ૪૭%, ઝાયડસ લાઇફ ૪૬%, લ્યુપિન ૩૭%, સન ફાર્મા ૩૨%, સિપ્લા ૨૯% અને ટોરેન્ટ ફાર્મા ૯% કમાય છે.
આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય ફાર્મા કંપનીઓની અમેરિકા પર ભારે નિર્ભરતા તેમને વૈશ્વિક સ્પર્ધામાં મજબૂતી આપે છે. આ પહેલા ટ્રમ્પે ચીન પર ૫૦ ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો, જેના કારણે ચીન પર કુલ ટેરિફ ૧૦૪ ટકા થઈ ગયો છે. ઉલ્લેખનિય છે કે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં મીડિયાને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે ૨ એપ્રિલને અમેરિકા માટે મુક્તિ દિવસ તરીકે ઓળખાવ્યો હતો. ટ્રમ્પે કહૃાું કે અમેરિકાને ઘણા સમયથી આ મુક્તિ દિવસની જરૂર હતી. હવેથી, ૨ એપ્રિલને અમેરિકન ઉદ્યોગના પુનર્જન્મ તરીકે યાદ કરવામાં આવશે. આપણે આ દિવસને એ દિવસ તરીકે યાદ રાખીશું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial