Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકામાં આપણા દેશમાંથી નિકાસ થતી તમામ ચીજવસ્તુઓ પર ડયુટી વસુલાશે
નવી દિલ્હી તા. ૯: ભારત પર આજથી ટ્રમ્પનો ૨૬ ટકા ટેરિફ લાગુ થઈ ગયો છે. જેની વ્યાપક અસરો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આશરે ૧૮૦ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવામાં આવ્યો છે. જે આજથી લાગુ થશે. જેમાં ભારત પર ૨૬ % ટેરિફ લાદવામાં આવ્યો છે. ભારત પર લાદવામાં આવેલા આ ટેરિફના કારણે અમેરિકામાં નિકાસ થતી દરેક ભારતીય વસ્તુ પર ૨૬% ડ્યુટી વસૂલવામાં આવશે.
અમેરિકામાં ભારતીય માલ પર ૨૬% ટેરિફ લાદવામાં આવ્યો છે. જેની અસર ભારત પણ ઘણા સ્તરે જોવા મળશે. અમેરિકામાં ભારતીય માલ પર ૨૬% ટેરિફ લાદવાથી, તે માલના ભાવ ચોક્કસપણે વધશે. જેના કારણે ત્યાં ઓછા ટેરિફ લાદેલા છે એવા દેશોની સરખામણીમાં ભારતીય પ્રોડક્ટની માગ ઓછી થઇ શકે છે.
ભારત ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ, રત્નો અને ઝવેરાત, ઓટોમોબાઇલ્સ અને કાપડ જેવી વસ્તુઓની નિકાસ કરે છે. ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની દવાઓ પર સૌથી વધુ અસર પડશે. સસ્તી દવાઓ ભારતથી અમેરિકા જાય છે. અમેરિકા ભારતમાંથી ૧૨ અબજ ડોલરથી વધુ કિંમતની દવાઓ અને ફાર્મા ઉત્પાદનોની આયાત કરે છે. ૨૦૨૩-૨૪ માં ભારતનો અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ ૩૫.૩૨ બિલિયન ડોલર હતો. આ સરપ્લસ ટેરિફ દ્વારા ઘટાડી શકાય છે.
વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતની નિકાસ ૭૩.૭ બિલિયન છે જ્યારે અમેરિકાથી આયાત ૩૯.૧ બિલિયન છે. જો કે, યુએસ સરકારના આંકડા આનાથી અલગ છે. અમેરિકાના ડેટા દર્શાવે છે કે ભારતની નિકાસ ૯૧.૨ બિલિયન અને આયાત ૩૪.૩ બિલિયનની છે. અમેરિકા સાથે વ્યાપાર કરવો એ ભારત માટે નફાકારક સોદો રહૃાો છે કારણ કે તેની આયાત ઓછી છે અને નિકાસ વધુ છે. ટેરિફને કારણે નિકાસ ઘટી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની મિત્રતા જાણીતી છે. બંને એકબીજાને સારા મિત્રો કહે છે. 'હાઉડી મોદી' અને 'નમસ્તે ટ્રમ્પ' રેલીઓને પણ આના મજબૂત ઉદાહરણો માનવામાં આવે છે. પરંતુ ટ્રમ્પે અનેક વખત ભારતને ટેરિફ કિંગ ગણાવ્યું છે. ટ્રમ્પે કહૃાું હતું કે ભારત ખૂબ ઊંચા ટેરિફ લાદે છે અને ખૂબ જ ક્રૂર છે. આવી સ્થિતિમાં, ટ્રમ્પે ભારત પર ૨૬ % રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો છે. વિશ્વ વેપાર સંગઠનના ડેટા અનુસાર, ભારતમાં સરેરાશ ટેરિફ સૌથી વધુ છે એટલે કે સરેરાશ ટેરિફ ૧૭ % છે, જ્યારે અમેરિકામાં તે માત્ર ૩.૩ % છે.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના અહેવાલ મુજબ, ભારતમાં અમેરિકાથી આવતી ખાદ્ય ચીજો, માંસ અને પ્રોસેસ્ડ ફૂડ પર ૩૭.૬૬ % ટેરિફ વસૂલવામાં આવે છે, જ્યારે ભારત અમેરિકામાં સમાન માલ પર ૫.૨૯ % ટેરિફ ચૂકવતું હતું. અત્યાર સુધી, ભારત ઓટોમોબાઈલ પર ૨૪.૧૪ % ટેરિફ લાદી રહૃાું છે જ્યારે અમેરિકા ૧.૦૫ % ટેરિફ લાદી રહૃાું છે. ભારત દારૂ પર ૧૨૪.૫૮ % ટેરિફ વસૂલ કરે છે જ્યારે અમેરિકા ૨.૪૯ % ટેરિફ વસૂલ કરે છે. અમેરિકામાં સિગારેટ અને તમાકુ પર ૨૦૧.૧૫ % અને ભારતમાં ૩૩ % ટેરિફ છે.
ટ્રમ્પ માને છે કે ટેરિફની મદદથી અમેરિકાની વેપાર ખાધ ઘટાડી શકાય છે. વેપાર ખાધ એ એવી સ્થિતિ છે જ્યારે કોઈ દેશ બીજા દેશ પાસેથી વધુ આયાત કરે છે પરંતુ નિકાસ ઓછી કરે છે. ભારત અને અમેરિકા વચ્ચે લગભગ ૪૫ બિલિયનની વેપાર ખાધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial