Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રસ્તાના નબળાં કામના કારણે ડામરના બદલે માત્ર કાંકરા જ દેખાય છે...
ખંભાળિયા તા. ૯: ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં રામ મંદિર પાસેથી સેન્ટ ઝેવિયર્સ શાળા તરફ જતો રસ્તો માત્ર કાંકરા જ હોય વાહનચાલકો ભારે પરેશાન થાય છે. અહીં શાળાઓ તથા ખેડૂતોના ખેતરો પણ મોટી સંખ્યામાં હોય લોકો તથા વાલીઓ તથા સ્કૂલ વાહનો જતાં હોય રોજ પરેશાની થાય છે. તો ચોમાસામાં તો અહીં વાહનો ખુંચી જતાં સમયે રસ્તા બંધ રહેતા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠે છે.
આવી જ સ્થિતિ મોવાણ જતાં રસ્તાની છે. ખંભાળિયાથી મોવાણ જતો રસ્તો કે જે કલ્યાણપુર જવા માટે ખૂબ જ શોર્ટકટ થતો હોય મોટી સંખ્યામાં વાહનો અને એસ.ટી. બસો પણ અહીંથી જાય છે ત્યારે આ રસ્તાની દશા એવી છે કે કેટલાયે કિ.મી. સુધી ડામર જ નથી દેખાતો માત્ર કાંકરા જ ઉડે છે..!!
હાલ ગરમી છે ત્યારે આવી દશા છે ત્યારે ચોમાસામાં તો બહુ વિકટ સ્થિતિ અહીં થાય તેવું હોય હાલ રીપરેરીંગ કરીને અથવા તો જયાં રોડ કરેલો છે ત્યાં ડામરનું પેચવર્ક કરાવવા માંગ ઉઠી છે.
ખંભાળિયાના સામાજિક કાર્યકર ભારીયાભાઈ મોવાલીયાએ જણાવેલ કે આ રસ્તા પર અનેક મંદિરો પણ આવેલા હોય ત્યાં જવા પણ ભકતો પરેશાન થતાં હોય તાકીદે હાલ રીપેરીંગ તથા ભવિષ્યમાં નવો રોડ બનાવવા માંગ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial