Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેજીંગ દ્વારકાના ઉપક્રમે સતત ત્રીજી વખત
ખંભાળિયા તા. ૯: ખંભાળિયામાં અમેઝીંગ દ્વારકા દ્વારા ત્રીજી વખત એજ્યુકેશન એકસ્પો યોજાયો હતો.
ખંભાળિયામાં તાજેતરમાં અમેઝીંગ દ્વારકાની ટીમ દ્વારા સતત ત્રીજા વર્ષે એજયુકેશન એકસ્પોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ખંભાળિયાની હોટલ પ્લેટીનમ ઈનમાં યોજાયેલ આ એજયુકેશન એકસ્પોમાં ૫૦૦૦ થી વધુ છાત્રો તથા ચાલીસથી વધુ શ્રેષ્ઠ શાળાઓ, યુનિવર્સિટીઓ, કોલેજોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમમાં ધો. ૧૦ અને ૧૨ પછી શું કરવું ? તથા જીવનમાં કેવી રીતે આગળ વધવું તથા જીવનલક્ષી સાથે કારકિર્દી માર્ગદર્શન આપવા જાણીતા મોટીવેશનલ વકતા સંજયભાઈ રાવલ, પવન ત્રિવેદી તથા વિવિધ યુનિવર્સિટીના પ્રોફેસરો જોડાયા હતાં.
૨૫.૫૦ લાખની સ્કોલરશીપ
અમેઝીંગ દ્વારકા દ્વારા લકકી ડ્રો કરીને રજિસ્ટ્રેશન કરેલ ૩૧ છાત્રોને પચાસ હજારની સ્કોલરશીપ અપાઈ હતી તથા ૪૦ ઉપરાંત સંસ્થાઓ દ્વારા ૧૦ થી ૧૦૦ ટકા મુજબ ૨૫ લાખની શિષ્યવૃતિ ફાળવાઈ હતી.
એકસ્પો સાથે દેશ વિદેશના ચલણી નોટો તથા સિકકાનું પ્રદર્શન, ચિત્રકાર સામત બેલાના ચિત્રોનું પ્રદર્શન, ૧૨ જયોર્તિલીંગ દર્શન, જ્ઞાન ગમ્મત કાર્યક્રમો પણ યોજાયા હતા તથા રાજયના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતાં તથા સાંસદ પૂનમબેન માડમે શુભેચ્છા પાઠવી હતી.
શિવમ શૈક્ષણિક સંકુલ ખંભાળિયા, ધોળકીયા સ્કૂલ રાજકોટ, પારૂલ યુનિ. વડોદરા, નોબેલ યુનિ. જુનાગઢ, કલ્યાણ પોલીટેકનીક જામનગર, ડો. સુભાષ યુનિ. જુનાગઢ, સંસ્કૃત એજયુ. ટ્રસ્ટ, અગત્સ્ય સ્કૂલ, ઓશવાળ જામનગર, જીનીયસ રાજકોટ, આત્મીય રાજકોટ વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial