Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જે૫ી. મોર્ગનની ભવિષ્યવાણી બની વૈશ્વિક ચિંતાનો વિષય
નવી દિલ્હી તા. ૧૮: વૈશ્વિક નાણાકીય સંસ્થાઓએ આગામી વર્ષે આવી રહેલા સંકટની ભવિષ્યવાણી કરી છે. જે.પી. મોર્ગનના તારણો મુજબ ભારત, બ્રાઝિલ, અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં વર્ષ ૨૦૨૭માં અન્ન પુરવઠાનુ સંકટ ઉભું થઈ શકે છે. આ મુદે વૈશ્વિક ચર્ચાનો વિષ્ય બન્યો છે.
જેપી મોર્ગને ૨૦૨૭માં વૈશ્વિક અન્ન સંકટની ગંભીર ચેતવણી આપી છે. ભૂ-રાજકીય તણાવ, ખાતરની અછત અને આબોહવા પરિવર્તન મુખ્ય કારણો છે. ભારત, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા પર સૌથી વધુ અસર થશે. કૃષિ ખર્ચ વધશે અને પાક ઉત્પાદન ઘટશે. વૈશ્વિક ફુગાવો ૫% સુધી પહોંચવાની શક્યતા છે. અલનીનોની અસરથી પરિસ્થિતિ વધુ વણસશે, જે ખેડૂતો માટે મોટો પડકાર બનશે.
દુનિયા પર એક મોટું અને ભયંકર સંકટ તોળાઈ રહૃાું છે. પ્રખ્યાત ગ્લોબલ ફાઇનાન્સિયલ સંસ્થા જેપી મોર્ગન દ્વારા એક મોટી અને ગંભીર ચેતવણી આપવામાં આવી છે, જે મુજબ આવતા વર્ષે એટલે કે ૨૦૨૭માં દુનિયાએ એક મોટા અને વિનાશક ખાદ્ય સંકટનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટમાં આ સંકટ પાછળ કેટલાક મોટા કારણો દર્શાવવામાં આવ્યા છે અને એલર્ટ કરવામાં આવ્યું છે કે ભારત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા દેશો પર આ સંકટની સૌથી ઘાતક અને ગંભીર અસરો જોવા મળશે.
જેપી મોર્ગને આગામી સમયમાં વૈશ્વિક અન્ન સંકટ (અંગે ગંભીર ચેતવણી આપી છે. રિપોર્ટ અનુસાર, જિયો-પોલિટિકલ તણાવ, ખાતરની અછત અને આબોહવા પરિવર્તનના કારણે ૨૦૨૭ માં વિશ્વએ અન્ન પુરવઠાના એક નવા અને મોટા સંકટનો સામનો કરવો પડી શકે છે. આ સંકટની સૌથી વધુ અને ગંભીર અસર ભારત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા પર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કૃષિ ખર્ચમાં સતત થઈ રહેલો વધારો અને પાક ઉત્પાદનમાં ઘટાડો આ વૈશ્વિક સંકટને વધુ ઘેરૂ બનાવશે.
આ ગ્લોબલ ફૂડ ક્રાઇસિસના કારણે દુનિયાભરમાં મોંઘવારીનો આંકડો ભયજનક સપાટીએ પહોંચી શકે છે. જેપી મોર્ગનના અંદાજ મુજબ, ૨૦૨૭ ના પ્રથમ છ મહિનામાં વૈશ્વિક મોંઘવારી વધીને લગભગ ૫% સુધી પહોંચી શકે છે, જે વર્ષ ૨૦૨૬ ના સમાન સમયગાળામાં માત્ર ૨.૮% હતી. અહેવાલ મુજબ, આ ચેતવણી માત્ર અચાનક અનાજ ખૂટી પડવા વિશે નથી, પરંતુ ખેડૂતોને ઉત્પાદન ખર્ચમાં થતો વધારો અને હવામાનમાં આવતા બદલાવના કારણે પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહૃાો છે. જો આ ચેતવણી સાચી પડશે તો વિકાસશીલ દેશોમાં પરિવારોને તેમની આવકનો મોટો હિસ્સો માત્ર ભોજન પાછળ જ ખર્ચ કરવો પડશે.
આ સંકટ પાછળ ખાતરની અછત એક અત્યંત મહત્ત્વનું કારણ છે. મિડલ ઈસ્ટ વૈશ્વિક યુરિયા નિકાસમાં ૪૨% અને એમોનિયા નિકાસમાં ૨૭% હિસ્સો ધરાવે છે. હોર્મુઝ સ્ટ્રેટ આસપાસના તણાવ અને નેચરલ ગેસના વધતા ભાવે સપ્લાય ચેનને ખરાબ રીતે ખોરવી નાખી છે. નિષ્ણાતોએ આ ખતરાને એક ચાર્ટ દ્વારા દર્શાવ્યો છેઃ યુદ્ધ થી ઉર્જા સંકટ, ત્યારબાદ ખાતરની અછત, કૃષિ ખર્ચમાં વધારો, ઓછું ઉત્પાદન અને અંતે ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો. આ ખોરવાયેલી સિસ્ટમ અને ઉત્પાદનને ફરીથી પૂર્વવત કરવામાં ૧ થી ૪ વર્ષનો લાંબો સમય લાગી શકે છે.
ખાતરની અછત ઉપરાંત આબોહવા પરિવર્તન એટલે કે અલ નીનો પણ આ ખતરા માટે મોટો વિલન સાબિત થશે. અલ નીનોના કારણે દુષ્કાળ, પૂર અને અન્ય પ્રતિકૂળ મૌસમી ઘટનાઓનું જોખમ વધી શકે છે. ઐતિહાસિક રીતે જોઈએ તો, અલ નીનોના કારણે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં પાક ઉત્પાદનમાં સરેરાશ ૩.૫% નો ઘટાડો નોંધાયો છે. સુપર અલ નીનો વૈશ્વિક ખાદ્ય મોંઘવારીમાં લગભગ ૦.૭% નો વધારો કરી શકે છે અને ઉર્જાના ભાવ વધારા સાથે મળીને આ અસર ૧.૩% થી ૧.૫% સુધી પહોંચી શકે છે.
ભારતમાં નબળા કે અનિયમિત ચોમાસાની સીધી અસર ડાંગર, કઠોળ, તેલીબિયાં, કપાસ અને શેરડી જેવા વરસાદ પર આધારિત પાકો પર પડી શકે છે. જેપી મોર્ગન અનુસાર, ભારત સામે માત્ર અનાજના પૂરતા જથ્થાનો જ પ્રશ્ન નથી, પરંતુ ખાતર અને ઉર્જા બજારની ભારે અસ્થિરતા વચ્ચે ખેડૂતો માટે પોસાય તેવા ખર્ચે ઉત્પાદન જાળવી રાખવું એ એક મોટો પડકાર બની રહેશે. ખેતરોમાં ઓછું ઉત્પાદન થવાથી સ્થાનિક પુરવઠો ઘટશે અને અંતે છૂટક મોંઘવારીમાં ભારે વધારો નોંધાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial