Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશના અન્ય કેટલાક શહેરોની જેમ જામનગરમાં પણ
જામનગર તા. ૧૮: દેશની રાજધાની દિલ્હી સહિત ઘણાં મોટા શહેરોમાં સિટીબસ સેવાઓ ચાલી રહી છે, અને તે પૈકી ઘણી બધી સિટીબસ સેવાઓમાં રક્ષાબંધનના પાવન પર્વે આખો દિવસ ભાઈઓને રાખડી બાંધવા જતી બહેનોને અનુકૂળતા કરી આપવાના ઉદ્દેશ્યથી તમામ બહેનોને સિટીબસમાં ફ્રી મુસાફરીની સુવિધા આપવામાં આવે છે, તેવી જ રીતે જામનગરમાં પણ રક્ષાબંધનના દિવસે જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન આ પ્રકારની રાહત નગરની બહેનોને આપી શકે છે. આ માટે ફાઉન્ડેશનને મહાનગરપાલિકા દ્વારા બહેનોની ટિકિટ જેટલું ફંડ લમસમ અથવા થયેલા ફ્રી બુકીંગને અનુરૂપ કરી શકે છે.
જો મહાનગરપાલિકા આ પ્રકારનું ફંડ આપવાનું હોય તો ફ્રી સેવાનો લાભ લેનાર મહિલા (કન્યા, કિશોરીઓ, યુવતીઓ સહિત) મુસાફરોને ટિકિટ આપીને દિવસના અંતે જે બુકીંગ થાય, તે કુલ રકમની ગણતરી કરી શકાય છે. આ પવિત્ર કાર્ય માટે કોઈ દાતાભાઈ કે દાતાબહેન પણ ફાઉન્ડેશનને પૂરેપૂરી કે આંશિક રકમ ફાળવીને સહયોગ આપી શકે છે.
આ પવિત્ર કાર્ય માટે જરૂર હોય તો એકાદ-બે દિવસમાં બેઠક યોજીને નિર્ણય લઈ શકાય છે અને પ્રવર્તમાન તમામ રૂટ પર તમામ બહેનોને ફ્રી સિટીબસ સેવાનો લાભ આપી શકાય તેમ છે. આ પ્રકારના પ્રતિભાવો નગરજનોની વચ્ચેથી જ આવી રહ્યા હોવાથી ફાઉન્ડેશન, જિલ્લાતંત્ર તથા મનપાના શાસકો-તંત્ર યોગ્ય નિર્ણય લઈને તેની સમયોચિત જાહેરાત કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial