Advertisement
Author: નોબત સમાચાર

ચંદાચોરી કેસમાં ચંપતરાયને કલીનચીટ !

યોગી સરકારે રચેલી એસઆઈટીનો રિપોર્ટ

                                                                                                                                                                                                      

લખનૌ તા. ૧૮: અયોધ્યામાં રામ મંદિરના ચઢાવાની ચોરી મામલે ઉત્તર પ્રદેશ ગૃહ વિભાગે એસઆઈટીનો અંતિમ રિપોર્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપ્યો છે. રિપોર્ટમાં ૮ આરોપીઓના નામ છે, જેઓની ધરપકડ થઈ ચૂકી છે. ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને પૂર્વ સભ્ય અનિલ મિશ્રાને ક્લીનચીટ મળી છે. સુપ્રિમ કોર્ટની એસઆઈટી દ્વારા વધુ તપાસ ચાલુ છે.

ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગે અયોધ્યા સ્થિત રામ મંદિરના ચઢાવાની ચોરીના મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો અંતિમ રિપોર્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને આગળની કાર્યવાહી માટે સોંપી દીધી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટમાં ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને પૂર્વ સભ્ય અનિલ મિશ્રાને ક્લીન ચીટ આપવામાં આવી છે. નોંધનીય છે કે જ્યારે આ દાન ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે આ બંનેની ભૂમિકા પર સતત સવાલો ઊઠી રહૃાા હતા. જેના કારણે વિવાદ વધતા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

એસઆઈટી દ્વારા રજૂ કરવામાં આવેલી આ અંતિમ રિપોર્ટમાં કુલ ૮ લોકોના નામ સામેલ છે, જેમની પોલીસ દ્વારા અગાઉ જ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કર્યો તે પહેલાં જ, ઉત્તર પ્રદેશ સરકારે ટ્રસ્ટની વિનંતી પર ૧૩ જૂનના રોજ આ ત્રણ સભ્યોની એસઆઈટીની રચના કરી હતી. જોકે, આ કેસની ગંભીરતાને જોતા હાલમાં સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ રચાયેલી બીજી એસઆઈટી આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

યોગી સરકાર દ્વારા રચાયેલી આ એસઆઈટીનું નેતૃત્વ લખનઉના કમિશનર વિજય વિશ્વાસ પંતે કર્યું હતું. તેમની સાથે આઈજી (રેન્જ) કિરણ એસ. અને વિશેષ સચિવ (નાણાં) નીલ રતન કુમાર સભ્ય તરીકે સામેલ હતા. એસઆઈટી દ્વારા ૨૩ જૂને રાજ્ય સરકારને પોતાનો પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં કરવામાં આવેલી ભલામણોના આધારે ૨૫ જૂનના રોજ ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહનની લેખિત ફરિયાદ પર ૮ નામજોગ અને અન્ય અજ્ઞાત લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

શ્રી રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રમાશંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને રામ શંકર યાદવ ઉર્ફે ટીનુના નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (બીએસએસ) ની સંબંધિત કલમો અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(એ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટના આધારે જ આરોપીઓની ધરપકડ અને આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh