Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાહનચાલકોમાં પણ અસંતોષઃઆક્રોશ
જામનગર તા. ૧૮: અદાણી પછી ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં મોટો વધારો ઝીંકાતા પ્રતિકિલો ભાવ ૮૯ ની નજીક પહોંચ્યો છે.
અદાણી ગેસ પછી હવે ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં પ્રતિકિલો ૩.૭પ રૂપિયાનો વધારો ઝીંક્યો છે. આ ભાવવધારો આજથી જ અમલી બન્યો છે. જુનો ભાવ ૮પ.૦૧ રૂપિયા હતો, જે હવે વધીને ૮૮.૭૬ રૂપિયા થયો છે. આનાથી સીએનજી વાહનચાલકો, રિક્ષાચાલકો અને ટેક્સી ચાલકોના બજેટ પર સીધી અસર પડશે. મોંઘવારીમાં ઈંધણ મોંઘુ થતા લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે.
અદાણી ગેસ પછી હવે ગુજરાત ગેસ દ્વારા પણ સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. ગુજરાત ગેસે મોંઘવારી વચ્ચે સીધો પ્રતિકિલો ૩.૭પ રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. ભાવવધારા પછી આજથી જ આ નવા ભાવ અમલી બનાવી દેવામાં આવ્યા છે.
ગુજરાત ગેસ દ્વારા કરવામાં આવેલા રૂ।. ૩.૭૫ રૂપિયાના વધારા બાદ સીએનજીના નવા ભાવ ૮૮.૭૬ રૂપિયા થયો છે. જયારે જુનો ભાવ ૮૫૮.૦૧ રૂપિયા પ્રતિ કિલો હતો. નોંધનીય છે કે થોડા સમય પહેલા અદાણી ગેસ દ્વારા પણ ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે ગુજરાત ગેસે પણ ભાવ વધારી દેતા સીએનજી વાહનચાલકો, રિક્ષા ચાલકો અને ટેકસી ચાલકોના બજેટ પર સીધી અસર પડશે. મોંઘવારીના સમયમાં ઈંધણના ભાવ વધતા વાહનચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial