Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતોને સિંચાઈના પાણીની અછત વર્તાતી હોવાથી
જામનગર તા. ૭: જામગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે ઊભી થયેલી પાણીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને નાગરિકોના હિતમાં સૌની યોજના અંતર્ગત જરૂરી પાણી છોડવા અંગે જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભાના સાંસદ પૂનમબેન માડમે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે.
ચાલુ ચોમાસામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પર્યાપ્ત માત્રમાં વરસાદ નોંધાયો નથી. ઓછા વરસાદને કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ આગામી દિવસોમાં પીવાના પાણીની વ્યવસ્થા અંગે પણ ચિંતા ઊભી થઈ શકે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને રાહત મળે અને પાણીની સમસ્યાનું સમયસર નિરાકરણ આવે તે માટે સૌની યોજના અંતર્ગત જરૂરી પાણીનો જથ્થો છોડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial