Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા નગરપાલિકાનું નવું ગતકડું
ખંભાળિયા તા. ૭: ખંભાળિયા નગરપાલિકામાં મફતના પૈસાની લહાણી થતી હોય તેમ તાજેતરમાં વર્ષે ૮૪ લાખના ખર્ચવાળા ડોર-ટુ-ડોર કચરાના કોન્ટ્રાક્ટરને રદ કરીને વર્ષે ૧.૮૦ કરોડનો કોન્ટ્રાક્ટ આપવા માટે કાર્યવાહી થઈ છે, જે પણ ચર્ચાસ્પદ બની છે, જ્યારે વધુ એક નાણાના બગાડનું 'ભવ્ય' આયોજન બહાર આવ્યું છે.
નગરપાલિકાના સદસ્યોની રજૂઆતો પરથી રસ્તા પર પાણી ભરાતા હોય, કાદવ-કીચડવાળા રસ્તા હોય, મોરમ પાથરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડર અગાઉ કોઈ વ્યક્તિએ ના ભરતા બીજો પ્રયત્ન કરીને પણ પધરાવવામાં આવ્યું છે, જેથી પાલિકા વિસ્તારમાં મોરમ પાથરી શકાય. હા એ વાત બીજા નંબરની છે કે રસ્તા પર વરસાદ જ નથી કે ગંદા પાણી કાદવ-કીચડ થાય પણ રાબેતામુજબ ટેન્ડર મંજુર થઈ ગયું છે અને મોરમ પણ પથરાઈ જશે ક્યાં? તે પ્રશ્ન છે, કેમ કે હાલ તો ખંભાળિયામાં ક્યાંય વરસાદી પાણી જ નથી અને જો ખાડા હોય તો તેમાં નવા રોડના આયોજન શા માટે નથી થતા?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial