Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ૧૧૨ના પોલીસ કર્મચારી પર હુમલોઃ ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ

ફરજના ભાગરૂપે ૧૧૨ની ટીમ પહોંચી હતીઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૭: જામનગરમાં કાલાવડ નાકા બહાર એક પોલીસકર્મીને તેની ફરજ દરમિયાન ફડાકા ઝીંકી દઈ જોઈ લેવાની ધમકી આપી અને ફરજમાં રૂકાવટ કરવા અંગે બે સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરના પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા અને પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ ગોવિંદભાઈ અઘેરા ૧૧૨ જનરક્ષક ગાડીમાં ડ્રાઈવર સાથે પોતાની ફરજ પર હતા ત્યારે તા.૬ના બપોરે કાલાવડ નાકા બહાર બુરહાની પાર્ક પાસે આરોપી મુસ્તુફા મહંમદ વજુગરા અને હાજી મહંમદ વજુગરા બંનેએ આ પોલીસ કર્મચારી સાથે ઝઘડો કર્યાે હતો અને મોબાઈલ કાઢીને તેમાં વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. તેમજ ગાળો ભાંડીને મુસ્તુફાએ તેને ફડાકો પણ ઝીંકી દીધો હતો અને ફરજમાં રૂકાવટ કરી જોઈ લેવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસ કર્મચારી નિલેશભાઈ અઘેરાએ બંને આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ વિસ્તારમાં થયેલા અકસ્માતના એક બનાવ માટે કોલ મળતા ફરજના ભાગરૂપે પોલીસ કર્મચારી ત્યાં ગયા હતા તે સમયે આ બનાવ બન્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh