Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુત્રી વિશે ખોટી શંકાઓ અને અફવા ફેલાવતા બનેલો બનાવઃ
જામનગર તા. ૭: લાલપુરમાં રહેતા પિતા-પુત્ર પર જમાઈના પરિવારના ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કર્યાે હતો.
લાલપુરમાં નાંદુરી રોડ પર દ્વારકેશ સોસાયટીમાં રહેતા અને ખેતીકામ કરતા ગોવિંદભાઈ ગગજીભાઈ ભાદરકા અને તેના પુત્ર પર ગત તા.પના સાંજે લાલપુરના જ કેવલ ગોગનભાઈ કરંગીયા, ગોગનભાઈ જેતાભાઈ કરંગીયા અને પ્રવીણભાઈ જેતાભાઈ કરંગીયા દ્વારા લોખંડના પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
ફરિયાદી ગોવિંદભાઈ ભાદરકાના પુત્રીની સગાઈ આરોપી કેવલ ગોગનભાઈ કરંગીયા સાથે કરવામાં આવી હતી. ત્યારપછી ફરિયાદીની પુત્રી વિશે ખોટી શંકાઓ કરી અફવાઓ ફેલાવીને ત્રાસ આપવામાં આવતો હતો. આથી ગોવિંદભાઈ અને તેનો પુત્ર સમજાવવા માટે ગયા હતા ત્યારે કેવલ કરંગીયા સહિત ત્રણેયએ પિતા-પુત્ર પર લોખંડના પાઈપ વડે હુમલો કર્યાે હતો. આ બનાવ અંગે ગોવિંદભાઈ ગગજીભાઈ ભાદરકાની ફરિયાદ પરથી પોલીસે ગુન્હો નોંધ્યો છે. જેની તપાસ પોલીસ સબ ઈન્સ. એસ.પી. ગોહિલ ચલાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial