Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘરના ફળીયામાં જ ગાંજો વાવી દીધો!
જામનગર તા. ૭: કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામમાં એક શખ્સે પોતાના ઘરના ફળીયામાં ગાંજાનંુ વાવેતર કર્યું હતું. પોલીસે દરોડો પાડી રૂ।.ર લાખ ૩૫ હજાર પ૦૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસની એસઓજી શાખાના સ્ટાફને બાતમી મળી હતી કે, કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામમાં રહેતા વિજય વાસુદેવભાઈ કાપડીએ પોતાના ઘરના ફળીયામાં ગેરકાયદે રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. આથી એસઓજીના પોલીસ ઈન્સ. વી.એ. રાણા અને સ્ટાફે ગઈકાલે દરોડો પાડ્યો હતો અને ગાંજાના છોડ બે નંગ, સુકાયેલા પાંદડાવાળા ડાળખાવાળા વનસ્પતીજનક માદક પદાર્થ ગાંજાનો ૪ કિલો ૭૧૦ ગ્રામ જથ્થો જેની કિં. રૂ।.૨,૩૫,૫૦૦ છે તે કબજે કર્યાે હતો અને આરોપી વિજય કાપડીની ધરપકડ કરી હતી.
એસઓજીના એએસઆઈ કે.આર. માડમ દ્વારા આ બનાવ અંગે આરોપી સામે એનડીપીએસ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંેંધાવાતા પોલીસ સબ ઈન્સ. યુ.બી. અખેડે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial