Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં એક ઈંચ વરસાદમાં કણઝર રોડ પર ભરાયા પાણીઃ બાર કરોડ પાણીમાં!

સાંસદ પરિમલભાઈ નથવાણીએ પણ સરકારને રાવ કરી હતીઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા નગરપાલિકામાં પ્રથમ વખત કોન્ટ્રાક્ટરોને અલગ અલગ કામો આપવાના બદલે બાંધકામ શેડ, રસ્તા વેલ્ડીંગ વિ. કામો એક જ કોન્ટ્રાક્ટરને બાર કરોડના આપતા વિવાદ થયો હતો, અને વિરોધ પણ થયેલો.

આ કોન્ટ્રાક્ટરે જ કણઝાર હોટલ પાસે ખામનાથ પાસેથી રાત્રે કામ ચાલુ કરતા વિવાદ થયેલો તથા કેટલાક સદસ્યો દ્વારા કામ અટકાવીને ફરિયાદ પણ થયેલી, પણ પછી 'ઘીના ઠામમાં ઘી' પડી રહ્યું હતું!

તે પછી આ કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કર્યું અને એક સાઈડનો રસ્તો પૂર્ણ કર્યો ત્યારે વગર લેવલના અને કરોડોના ખર્ચે બનતા આ રોડની હાલત પ્રથમ વરસાદમાં જ રોડ પર ફૂટ ફૂટ પાણી ભરાતા લોકોને નવા રોડમાં ચાલવાને બદલે છબછબિયા કરતા કરવાની સ્થિતિ થતા રોષ સાથે તપાસ કરવા અને બાર-બાર કરોડ જેવા કામો આવા અણઘડ કોન્ટ્રાક્ટરને આપવા સામે રોષ જાગ્યો છે તથા પગલાં લેવા અને વ્યવસ્થિત રસ્તો બનાવવા માટે માંગ કરાઈ છે.

ઉલ્લેખનિય છે કે ખંભાળિયામાં ઓછા ભાવો ભરીને ટેન્ડરો મેળવી નબળા અને ગુણવત્તા વગરના કામો જાણીતા છે જે બાબતે અગાઉ ખુદ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પણ રાજ્ય સરકારમાં ફરિયાદ કરી હતી, પણ હજુ આ પરંપરા ચાલુ જ હોય તેનું આ ઉદાહરણ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh