Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલમાં ગંજીપાના કૂટતા ચાર પકડાયાઃ
જામનગર તા. ૭: જામનગરમાં એક મકાનમાં જુગાર રમતા બે મહિલા અને બે પુરૂષોને એલસીબી પોલીસે રૂ।.૮૦ હજારની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે ધ્રોલના ખારવા રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સને પોલીસે રૂ।.પ૦૨૦ સાથે પકડી પાડ્યા હતા.
જામનગરમાં પટેલ પાર્ક-પ પ્લોટ નં.ર૧/બીમાં રહેતા આકાશભાઈ કાંતિભાઈ ગંઢા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડતા હોવાની બાતમી આધારે એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. આ સમયે ગંજીપાનાથી તીનપત્તીનો જુગાર રમી રહેલા પ્રવીણ મેરામણભાઈ ચાવડા (રહે. હાબરડી, તા. કલ્યાણપુર), ધના હાજાભાઈ લાંબરીયા (રહે. હંસ્થળ, તા. ખંભાળિયા), નયનાબેન બાબુભાઈ બુદ્ધ (રહે. પટેલ પાર્ટ, જામનગર), લતાબેન ચંંદ્રકાંતભાઈ ગાંધી (રહે. યાદવનગર, ગુલાબનગર)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ।.૮૦ હજારની રોકડ અને એક મોબાઈલ મળી ૮પ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે હતો. આ કામગીરી એલસીબીના પોલીસ ઈન્સ. બી.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ. એમ.બી. ભાટીયા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.
ધ્રોલના ખારવા રોડ માર્ગે હેલિપેડ નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમતા મહેન્દ્ર દલસુખભાઈ રાઠોડ, રૂપેશભાઈ વાઘજીભાઈ પરમાર, રઘુભાઈ બાબુભાઈ સોલંકી અને રાજુભાઈ દલસુખભાઈ રાઠોડને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ।.૫૦૨૦ની રોકડ કબજે કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial