Advertisement
Author: નોબત સમાચાર

સગીરાનું અપહરણ કરી જનાર રાવલ ગામના શખ્સની અટકાયત

સાગરિત સાથે પીંડારામાંથી પકડાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: કલ્યાણપુરના રાવલ ગામના એક શખ્સે પોતાના મિત્ર સાથે મળી એક સગીરાનું અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે આ બે શખ્સ તથા સગીરાને પીંડારા ગામની સીમમાંથી પકડી પાડ્યા છે.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના બારીયાધાર વિસ્તારમાં વસવાટ કરતા સુરજ હરદાસ જાદવ ઉર્ફે સુરેશ નામના શખ્સ સામે એક સગીરાનંુ અપહરણ કરી જવા અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.

આ ગુન્હાની પોલીસે શરૂ કરેલી તપાસમાં કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામની સીમમાંથી સુરજ તથા સગીરાને પોલીસે દબોચી લીધા છે. સુરજને મદદ કરનાર રાહુલ નગાભાઈ જાદવની પણ અટકાયત કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh